નવી દિલ્હી: ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને તેમની અમેરિકી સમકક્ષ સિક્રેટ્રી ઑફ ડિફેન્સ માર્ક ટી એસ્પરે સોમવારે પ્રતિનિધિ સ્તરની બેઠક કરી ટૂ પ્લસ ટૂ વાતચીત હેઠળ ત્રીજી વાતચીતની પ્રકિયા શરુ કરી હતી.આ વાતચીત બાદ રાત્રે 7 કલાકે વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
ભારત અને અમેરિકા આ ચારેય પ્રધાન ટૂ પ્લસ ટૂ પ્લસ હેઠળ એક સાથે બેસી રક્ષા અને સામરિક ભાગેદારી ક્ષેત્ર કરારો પર બોલી લગાવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાતચીતમાં પૂર્વી લદ્દાખ સહિત હિંદ-પ્રશાંત ક્ષેત્ર અને સાઉથ ચાઈના સીમા ચીનના આક્રમક વલણના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. હિંદ પ્રશાંત ક્ષેત્રે આ વાતચીતનો એજન્ડામાં સામેલ છે. એક બાજુ ચીનનું આક્રમક વલણ અને બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા થઈ રહેલા આ ડાયલૉગને ખુબ જ મહત્વ માનવામાં આવી રહ્યું છે. ટૂ પ્લસ ટૂ વાતચીત બાદ આ પ્રધાનોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે અલગથી બેઠક થશે. ત્યારબાદ તેમની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થશે.
2018માં શરુ થયેલી ભારત-અમેરિકા ટૂ પ્લસ ટૂ વાતચીતની આ ત્રીજી વાતચીતમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં જીયોસ્પેટિલ કોઑપરેશન સાથે જોડાયેલા અતિ મહત્વપૂર્ણ બેસિક એક્સચેન્જ એન્ડ કોઑપરેશન એગ્રીમેટ પર મોહર લગાવવાની સંભાવના છે. જે હેઠળ અમેરિકાની સાથે ભૌગલિક સ્થિતિ સાથે જોડાયેલા એડવાન્સ સૈટેલાઈટ અને ટોપોગ્રાફિકલ ડેટાની ભાગેદારીનો રસ્તો ખુલશે.
જીયોસ્પૈટિલ ડેટા સાથે સૈટેલાઈટ ઈન્ટેલિજેન્ટ રક્ષા સાથે જોડાયેલા નકશા અને સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ મહત્વ તક પર કરવામાં આવશે. બીઈસીએ પર બોલી લગાવ્યા બાદ ભારત ક્રુઝ અને બૈલેસ્ટિક મિસાઈલના ઑપરેશનમાં અમેરિકાના જીયોસ્પૈટિયલ નકશાનો ઉપયોગ કરવામાં આવશે. આધુનિક યુદ્ધ પ્રણાલીમાં આ ટેકનોલોજીનું ખુબ જ મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે.
બીઈસીએની સાથે બંન્ને દેશો વચ્ચે મેરિટાઈમ ઈનેફૉમેશન શેરિંગ ટેક્નિકલ એગ્રીમેટ પર હસ્તાક્ષર થવા મુખ્ય એજેન્ડામાં સામેલ છે. આ બેઠકમાં આયાત-નિકાસ સબંધી સપ્લાઈ ચેનના ઢાંચાની ટેકનોલોજી પર સુગમ બનાવવા પર મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
આ સાથે બંન્ને પક્ષો રક્ષા અને વ્યૂહાત્મક બાબતો મામલે ક્ષત્રિય અને વૈશ્વિક સ્તર પર કેટલીક દ્રિપક્ષીય મુદ્દા પર નિર્ણય લેશે. પોમ્પિયો આ વાતચીત બાદ શ્રીલંકા અને માલદીવ જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીન પણ ગંભીર આપત્તિ બાદ પણ આગામી મહિનામાં બંગાળની ખાડીમાં ક્વાદ સભ્યો દેશો અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારા નૌસેના યુદ્ધ અભ્યાસના નિર્ણય પર પોમ્પિયોનો મહત્વનો રોલ રહ્યો છે.
ટૂ પ્લસ ટૂ વાતચીતની પ્રથમ વાતચીત સપ્ટેમ્બર 2018માં દિલ્હીમાં થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યની મહત્વની ભાગેદારી પર આ સ્તરની વાતચીતનો આધાર તૈયાર કરવામાં આવ્યો હતો. બીજી વાતચીત ડિસેમ્બરમાં વૉશિંગ્ટનમાં મળી હતી. આ બંન્ને બેઠકોમાં બંન્ને દેશોએ કોમ્યૂનિકેશન, કંપૈટિબિલિટી એન્ડ સિક્યોરિટી અરેજમેન્ટ સહિત રક્ષા અને વ્યૂહાત્મક બાબતો મામલે કેટલાક મહત્વના વિષ્યો પર કરારની ભાગીદારીનો રસ્તો તૈયાર કર્યો હતો.