અમેરિકી દળો સાથે અન્ય ઘણા યુરોપિયન દેશો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ રાઇફલ્સને ફાસ્ટ ટ્રેક સરકારી ખરીદી પ્રક્રિયા હેઠળ ખરીદવામાં આવી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ભારતે ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેંટ (FTP) મુજબ SIG જોર એસોલ્ટ રાઈફલ્સ અમેરિકા સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, અને આ કરાર મુજબ ભારતને આજથી એક વર્ષની અંદર અમેરિકી કંપની SIG જોર તરફથી 72,400 7.62 MM રાઈફલ્સ મળી જશે. તેઓએ જણાવ્યું કે, નવી રાઈફલ્સ લગભગ 700 કરોડ રુપિયાની કિંમત પર ખરીદવામાં આવી રહી છે.
આ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળો હાલમાં 5.56x45 MM ઇન્સાસ રાઇફલ્સથી સજ્જ છે. પ્રયોગમાં કરવામાં આવનાર આ રાઇફલ્સના સ્થાન પર 7.62x51 MM એસોલ્ટ રાયફલ્સનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂર છે. આ રાઇફલ્સ નાની, નક્કર, આધુનિક તકનીકની છે, જે લડાઇની સ્થિતિમાં સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
રક્ષાપ્રધાન નિર્મલા સીતારામને આ મહિનાની શરુઆતમાં SIG જોર રાઈફલ્સની ખરીદીને મંજૂરી આપી હતી. આનો ઉપયોગ ચીન સાથેની સીમામાં 3600 કિમીની તૈનાત સેના કરશે.