ETV Bharat / bharat

ભારત-શ્રીલંકા સંબંધઃ જાણો રાજપક્ષેની ભારત યાત્રાના અગત્ય પાંચ મુદ્દા - gotabayas visit to india

નવી દિલ્હીઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા છે. જે દરમિયાન તેમણે વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. વ્યૂહાત્મક સહયોગ, આતંકવાદનો સામનો, બેઈજિંગની ચીન સાથે નિકટતા વગેરે અગત્યના મુદ્દાઓ જાણો...

India-Sri Lanka ties: Five takeaways from Gotabaya's visit to India

author img

By

Published : Nov 30, 2019, 2:52 PM IST

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કાર્યકાળ શરૂ કરતાની સાથે જ પોતાની પહેલી સત્તાવાર વિદેશ યાત્રાના ભાગરૂપે ભારત આવ્યા છે. વડા પ્રધાન નરેદ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ આ યાત્રાનાં પાંચ અગત્યનાં મુદ્દા તૈયાર કર્યા છે.

1 રાજપક્ષે સાથે ફરી સંબંધ સુધરશે

ગોતાબાયા રાજપક્ષે આ મહિને ચુંટણી જીતી શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થયા હતા. શપથ લીધાની ગણતરીના કલાકોમાં જ ભારતના વિદેશ પ્રધાન જયશંકર તેમને અભિનંદન આપવા કોલંબો પહોંચ્યા. સત્તા સંભાળ્યાના દસ દિવસની અંદર, રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશી યાત્રા માટે દિલ્હી આવ્યા છે, જ્યાં બંને દેશોએ નિર્દેશ કર્યો હતો કે ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બંને દેશો માટે મહત્વપૂર્ણ છે.

2 વિકાસ કેન્દ્રીય વ્યુહાત્મક સહયોગ, પાયાનાં વિકાસ માટે 400 મિલિયન US ડૉલરની લાઈન ઓફ ક્રેડિટ

શ્રીલંકામાં પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે ભારતની 400 મિલિયન US ડૉલરની લાઈન ઓફ ક્રેડિટની જાહેરાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમુદાયના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ પણ આ કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીસેના માટે આર્થિક પડકાર સમસ્યારૂપ બની ગયા હતા. ચીને હંબનતોતા માટે આપેલી લોન એક તાયફો સાબિત થઈ હતી. પરંતુ ભારતનું ધ્યાન બંને દેશોના સમાન લક્ષ્યોને પૂર્ણ કરવા, વેપાર અને રોકાણના ક્ષેત્રમાં સહકાર આપી લોકની માગને પ્રાધાન્ય આપવાનું છે.

ભારત આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહ્યું છે. ઉત્તર અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાનો બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ક્રેડિટ લાઇનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ માટે કરવામાં આવશે.

આ વર્ષે જુલાઈમાં, ભારતે તેના વાર્ષિક બજેટમાં શ્રીલંકા માટે 250 કરોડ રૂપિયાનાં ઋણ માટે જોગવાઈ અંગે વાત કરી હતી, જ્યારે આ રકમ મોરેશિયસ માટે 11,00 કરોડ અને માલદીવ માટે 576 કોરાડ રાખવામાં આવી હતી, જેના કારણે કોલંબો તરફથી નારાજગીના સંકેતો પણ મળ્યા હતા.

3 આતંકવાદ ડામવા 50 મિલિયન US ડૉલરનું ભંડોળ

અગાઉની રાજપક્ષે સરકારમાં સંરક્ષણ સચિવ રહી ચૂકેલા ગોતાબાયા આતંકવાદથી સારી રીતે જાણે છે. જેમાં પચીસ વર્ષના ગૃહયુદ્ધ પછી એલટીટીઇને હરાવવાનો અનુભવ શામેલ છે. ભારત સાથેની વાતચીતમાં આતંકવાદ મુખ્ય મુદ્દો હતો, ભારતે આતંકવાદ સામે લડવાની અને ગુપ્તચર વહેંચણી પદ્ધતિ વિકસાવવા માટે $ 50 મિલિયન ડોલરની LOC અદા કરી છે.

4 શ્રીલંકાને પ્રભાવિત કરવું

રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈ પ્રતિનિધિ મંડળની ગેરહાજરીને કારણે બંને દેશોએ વાતચીત બાદ કોઈ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું ન હતું. પરંતુ રાષ્ટ્રપતિ રાજપક્ષેની આ મુલાકાત દરમિયાન જે તસવીરો સામે આવી છે, એ ચીન માટે એક સંદેશારૂપ છે. હાલના સમયમાં ચીને ભારતના પડોશી અને હિંદ મહાસાગરના ક્ષેત્રમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ)ની મદદથી મજબુત બનાવ્યું છે. ભારતને એકત્રીત કરવા માટે ચીને શ્રીલંકામાં હંબનતોતા, બાંગ્લાદેશમાં ચિટગોંગ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર હસ્તગત કરી લીધું છે.

5 વંશીય સંવાદિતાનો સંદેશ સાથે તમિલ લઘુમતીઓનો મુદ્દો પણ ઉભો થયો

PM મોદીએ આશા વ્યક્ત કરી કે, સિંહાલી બહુમતી ધરાવતા દેશમાં તામિલ લઘુમતી સમુદાયની આશાઓ પૂર્ણ થશે. મોદીએ કહ્યું, 'અમે શ્રીલંકામાં સમાધાન અંગેના મંતવ્યોની આપ-લે પણ કરી છે. રાષ્ટ્રપતિ રાજપક્ષે મને વંશીય સંકલન માટેની તેમની વ્યૂહરચના વિશે જણાવ્યું. મને ખાતરી છે કે, શ્રીલંકાની સરકાર સમાધાનનું વલણ બનાવી રાખશે, અને તામિલ સમુદાયની સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માનની આશાઓને પૂર્ણ કરશે.'

માછીમારોના જીવન અને આજીવિકા પરની માનવ ચિંતાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રાજપક્ષે પણ શ્રીલંકાની કસ્ટડીમાં ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની ખાતરી આપી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/india-sri-lanka-ties-five-takeaways-from-gotabayas-visit-to-india/na20191130104144762

भारत-श्रीलंका संबंध : जानें गोटाबाया की भारत यात्रा के पांच अहम बिंदु

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.