નવી દિલ્હીઃ ચીન પાસેથી મંજૂરી મળ્યા બાદ ભારતથી 26 ફેબ્રુઆરીના રોજ એરફોર્સનું સૌથી મોટું વિમાન સી-17 ચીનના વુહાન શહેર જવા રવાના થશે. આ વિમાનમાં કોરોના વાયરસથી લડી રહેલા ચીન માટે દવાઓ અને ઉપકરણ મોકલવામાં આવશે.
આ વિમાન 27 ફેબ્રુઆરીના રોજ ચીનમાં ફસાયેલા લગભગ 120 ભારતીયોને પરત લાવવા માટે જઇ રહ્યું છે અને ભારતીયોને લઇને પરત દિલ્હી આવી જશે. વિમાન ગાજિયાબાદના હિંડની એયર બેસથી રવાના થશે.
જ્યારે ચીનથી આવેલા લોકોની તપાસ કરવામાં આવશે, તેઓને 14 દિવસોમાટે વિશેષ દેખરેખમાં રાખવામાં આવશે.