સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું એ કોરોના ટેસ્ટ કીટ મળી ગઈ છે. ભારતને ચીન તરફથી COVID-19નું ઝડપથી પરીક્ષણ કરી શકાય એવી 5 લાખ કીટ મળી ગઈ છે. આ પરીક્ષણ કીટનો ઉપયોગ દેશમાં કોરોના હોટસ્પોટ્સમાં ટેસ્ટ કરવા માટે થશે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 12,759 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જેમાં 10,824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. દેશમાં હવે એક પણ મોત ચિંતાની વાત છે. રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. કોરોના સંક્રમિત 13.6% લોકો સ્વસ્થ થઈ ગયાં છે.
મંત્રાયલે વધુમાં કહ્યું કે, દેશમાં એન્ટી બાયોટિક પર કામ ચાલી રહ્યું છે. અસરકારક દવાઓની ઉપલબ્ધી વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. દુનિયામાં ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે, એવી નવી ટેસ્ટ કીટ પર કામ ચાલી રહ્યું છે, જે 30 મિનિટમાં પરિણામ આપી શકે. હાલ ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 24 કલાકમાં 23 મોત થયાં છે, જ્યારે 1007 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આમ, કોરોનાના ગ્રોથ ફેક્ટરમાં 40 ટકાનો ઘટાડો થયો છે. લોકડાઉનમાં થોડા સેક્ટર્સને છૂટ આપવામાં આવી છે. જેમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો કે, મુંબઈ, દિલ્હી, જયપુર રેડ ઝોનમાં છે. દેશભરમાં કડકાઈથી લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે. જો કે, સારી વાત એ છે કે, કોરોનાના અત્યા સુધી 1749 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે, આ સિવાય ગામડાંમાં લોકડાઉન દરમિયાન પાકની લણણી માટે છૂટ અપાઈ છે.