ETV Bharat / bharat

ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારતની બાંગલાદેશ સાથે મુલાકાત

તાજેતરમાં બાંગલાદેશ પર ચીનના વધતા પ્રભાવની વચ્ચે મંગળવારે ભારતના વિદેશ સચીવ હર્ષ વર્ધન શ્રીંગલા ભારતના પૂર્વી પાડોશીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા જેમાં  દેખીતી રીતે જ નવી દિલ્હીનો હેતુ ઢાકાની તરફેણને પરત મેળવવાનો છે. પહેલા એક દિવસીય ટૂંકી મુલાકાતની સંભાવનાઓ દેખાઈ રહી હતી જે ત્યાર બાદ બે દિવસની સત્તાવાર સફર બની. આ વર્ષે Covid-19ની મહામારીના પરીણામે માર્ચમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યાર બાદ શ્રીંગલાની આ પહેલી વિદેશ યાત્રા છે.

India
ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારતની બાંગલાદેશ સાથે મુલાકાત
author img

By

Published : Sep 1, 2020, 11:00 AM IST

નવી દિલ્હી: તાજેતરમાં બાંગલાદેશ પર ચીનના વધતા પ્રભાવની વચ્ચે મંગળવારે ભારતના વિદેશ સચીવ હર્ષ વર્ધન શ્રીંગલા ભારતના પૂર્વી પાડોશીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા જેમાં દેખીતી રીતે જ નવી દિલ્હીનો હેતુ ઢાકાની તરફેણને પરત મેળવવાનો છે. પહેલા એક દિવસીય ટૂંકી મુલાકાતની સંભાવનાઓ દેખાઈ રહી હતી જે ત્યાર બાદ બે દીવસની સત્તાવાર સફર બની. આ વર્ષે Covid-19ની મહામારીના પરીણામે માર્ચમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યાર બાદ શ્રીંગલાની આ પહેલી વિદેશ યાત્રા છે.

વિદેશ મંત્રાલયે પોતાના એક વાક્યના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, શ્રીંગલા 18-19 ઓગસ્ટના રોજ ‘પરસ્પર હિતોની કેટલીક બાબતો પર ચર્ચા કરવા માટે અને તેને આગળ વધારવા માટે’ ઢાકાની મુલાકાત લઈ રહ્યા છે. જો કે વિદેશ મંત્રાલયની ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમીયાન બાંગલાદેશ વિદેશ સચીવ મસુદ બીન મોમેને ભારતના સમકક્ષ સાથેની આ મીટીંગને ‘તાત્કાલીક નક્કી થયેલી મીટીંગ’ ગણાવવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે જણાવ્યુ હતુ કે, શ્રીંગલા સાથે બુધવારે યોજવા જઈ રહેલી આ મીટીંગમાં Covid-19 માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં તૈયાર થયેલી રસી કે જેનું હાલ ભારતમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે તે બાંગલાદેશનો મળી શકે કે કેમ તેના પર ચર્ચા કરવામાં આવશે. Bdnews24.com ના કહેવા પ્રમાણે ઢાકા ઓક્સફોર્ડ યુનીવર્સીટીમાં તૈયાર થયેલી રસી બાબતે ચર્ચા કરવા માટે તૈયાર છે. જો તેના ટ્રાયલ સફળ જશે તો આ રસીના લાખો ડોઝનુ ભારતની સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા બાંગલાદેશમાં ઉત્પાદન કરવામાં આવશે.

ઢાકામાં રહેલા એક સ્ત્રોતે ETV Bharatને જણાવ્યુ હતુ કે, મોમેનના કહેવા પ્રમાણે બાંગલાદેશ વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને મેળવવા માગે છે, પછી તે ચાઇનીઝ, રશીયન કે અમેરીકન કોઈ પણ દેશનો રસીનો જથ્થો હોય. એક સ્ત્રોત પ્રમાણે મોમેને જણાવ્યુ હતુ કે, આ પ્રક્રીયાના ભાગરૂપે બાંગલાદેશ ભારત સાથે આ મુદ્દા પર વાતચીત કરશે. આ પહેલા બાંગલાદેશની સ્ટેટ મેડીકલ રીસર્ચ એજન્સીએ ચીનના સીનોવેક બાયોટેક લીમીટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી સંભવિત Covid-19ની રસીના ત્રીજા તબક્કાના ટેસ્ટીંગને માન્યતા આપી હતી પરંતુ હવે તે માન્યતાને સ્થગીત કરવામાં આવી છે.

શ્રીંગલા, કે જેઓ બાંગલાદેશમાં ભારતીય હાઇ કમીશ્નર પણ રહી ચુક્યા છે તેઓ પોતાની આ મુલાકાત દરમીયાન બાંગલાદેશના પ્રાઇમ મીનીસ્ટર શેખ હસીના અને બાંગલાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમેન સાથે પણ મુલાકાત કરશે તેવુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. નિષ્ણાંતોના મતે, લદ્દાખમાં હાલ ભારત અને ચીન વચ્ચે સરહદના મુદ્દાઓને લઈને તનાવનું વાતાવરણ છે તેવામાં શ્રીંગલાની આ મુલાકાતનો હેતુ બાંગલાદેશમાં બેઇજીંગના વધતા પ્રભાવ સામે લડવાનો પણ છે.

તીસ્તા નદીના પાણીના મેનેજમેન્ટ માટે બેઇજીંગ દ્વારા ઢાકાને અપાયેલી એક બીલિયન ડોલરની લોનની સમયમર્યાદામાં કરવામાં આવેલો વધારો હાલ નવી દિલ્હી માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આ પહેલી વખત છે કે દક્ષિણ એશીયાના કોઈ દેશમાં નદીના પાણીના મેનેજમેન્ટની બાબતમાં ચીન સામેલ થયુ હોય. બાંગલાદેશ ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ હોવા છતા, તીસ્તા નદીના પાણીની વહેંચણી બાબતે બંન્ને દેશ વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે.

2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની ઢાકાની મુલાકાત દરમીયાન ભારત અને બાંગલાદેશે તીસ્લા નદી જળ વહેંચણીના કરાર પર લગભગ હસ્તાક્ષર કર્યા હતા પરંતુ પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધને કારણે છેલ્લી ઘડીએ આ કરારને આગળ વધતો અટકાવવાની ફરજ પડી હતી. તીસ્તા નદીનું ઉદભવસ્થાન હિમાલયના પૂર્વ ભાગમાં છે અને બાંગલાદેશમા પ્રવેશતા પહેલા તે ભારતના સિક્કીમ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. આ નદી બાંગલાદેશના મેદાનોમાં પુરનું કારણ હોવા છતા પણ શીયાળા દરમીયાન બે મહિના તે સુકી રહે છે.

બાંગલાદેશે 1996ના ગંગા જળ કરારને આધાર બનાવીને ભારત પાસે તીસ્તાના પાણીની ન્યાયપૂર્ણ વહેંચણીની માંગ કરી છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. આ કરાર બંન્ને દેશની સરહદ જ્યાં મળે છે તેની પાસે ફરાક્કા બેરેજ પાસે જળસપાટીની વહેચણી બાબતે હતો. આ આંતરરાષ્ટ્રીય કરાર પર ભારતના રાજ્યોનો સ્વતંત્ર પ્રભાવ હોવાનો લાભ લઈને પશ્ચીમ બંગાળે તીસ્તા કરારનો ભાગ બનવાનો ઈન્કાર કર્યો અને તેથી આ કરારમાં આગળ વધવામાં અવરોધ ઉભો થયો.

હવે, બાંગલાદેશ ગ્રેટર રંગપુર વિસ્તારમાં ‘તીસ્તા રીવર કોમ્પ્રીહેન્સીવ મેનેજમેન્ટ એન્ડ રેસ્ટોરેશન પ્રોજેક્ટ’ને લઈને આવ્યુ છે અને આ માટે તેણે ચીન પાસેથી 853 મીલિયન ડોલરની લોન માગી છે જેના પર બેઇજીંગે સહમતી દર્શાવી છે. 983 મીલિયન ડોલરના આ પ્રોજેક્ટમાં તીસ્તાના પાણી સંગ્રહીત કરવા માટે મોટા જળાશયો બનાવવાની કલ્પના છે. કોક્સ બજારના પેકુઆમાં BNS શેખ હસીના સબમરીન બેઝ તૈયાર કરવાના તેમજ બાંગલાદેશ નેવીને બે સબમરીન પહોંચાડવા સહીતના ડીફેન્સ પ્રોજેક્ટ કે જે ભારતના પૂર્વીય પાડોશી દેશોમાં ચાલી રહ્યા છે તેની પ્રક્રીયા ચીન ઝડપથી પુરી કરી રહ્યુ છે.

ન્યુ દિલ્હી માટે અન્ય એક ચીંતાનો વિષય એ છે કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પણ ચીનના પ્રધાનમંત્રીના ખાસ એવા બેલ્ટ એન્ડ રોડ ઇનીશીયેટીવ (BRI)ને સ્વીકારી લીધો છે. ભારતે RBIનો ભાગ બનવાની ના પાડી દીધી છે કારણ કે RBI અતર્ગતનો એક પ્રોજેક્ટ, ચાઇના પાકીસ્તાન ઇકોનોમીક કોરીડોર (CPEC) પાકીસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માંથી પસાર થાય છે.

તમામ દક્ષિણ એશીયન દેશોમાં બાંગલાદેશ સાથે ભારતને સૌથી સારા સબંધ છે તેમ છતા ઢાકાએ બંગાળની ખાડીમાં ચીનના મેરીટાઇમ મેનેજમેન્ટ પ્લાનમાં ચીનને મદદ કરવા માટેની સહમતી દર્શાવી છે. આ એ જ સમયે બન્યુ છે કે જ્યારે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં શેખ હસીનાની ભારતની મુલાકાત દરમીયાન નવી દિલ્હી અને ઢાકા વચ્ચે સાત કરાર અને ત્રણ પ્રોજેક્ટમાં હસ્તાક્ષર થયા અને સહમતી સધાઈ.

આ કરારમાં બાંગલાદેશના છત્તોગ્રામ અને મોંગલ કિલ્લાઓનો ઉપયોગ ભારત અને ખાસ કરીને ઈશાન ભારતથી થતી હીલચાલ માટે કરવાનો, ભારતના ત્રીપુરાના સુનામૌરા અને બાંગલાદેશના દુધકાંતી વચ્ચે જળ વેપાર માર્ગની કામગીરી આગળ વધારવાનો તેમજ નવી દિલ્હીએ ઢાકાને આપેલા વચન મુજબ 8 બીલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડીટના અમલીકરણનો સમાવેશ થાય છે. બંન્ને દેશો લોકોની અવરજવર અને વ્યાપારને મજબૂત બનાવવા માટે રેલવે અને અન્ય કનેક્ટીવીટીને ફરી સ્થાપીત કરવા પર પણ કામ કરી રહ્યા છે. ગત મહિને ભારતે બાંગલાદેશને 10 બ્રોડગેજ લોકોમોટીવ સોંપ્યા છે.

ત્રણ પ્રોજેક્ટમાં, બાંગલાદેશમાંથી જથ્થામાં લીક્વીફાઇડ પેટ્રોલીયમ ગેસ (LPG)ની આયાત, ઢાકામાં આવેલા રામકૃષ્ણ મીશનમાં ‘વિવેકાનંદ ભવન’ (વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ) તેમજ બાંગલાદેશના ખુલનામાં આવેલી ‘ઇન્સ્ટીટ્યુશન ઓફ ડીપ્લોમા ઇન્જીનીયર્સ બાંગલાદેશ’ (IDEB)માં બાંગલાદેશ-ઇન્ડીયા પ્રોફેશનલ સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ (BIPSDI)ના નિર્માણનો સમાવેશ થાય છે.

આ વર્ષની શરૂઆતમાં ભારતે વિદેશ મંત્રાલયમાં બાંગલાદેશના નવા હાઇ કમીશનર તરીકે વિક્રમ દોરાઈસ્વામીને એડીશનલ સેક્રેટરી (આંતરરાષ્ટ્રીય સમુદાયો અને સમીતિઓ)નું પદ આપ્યુ હતુ. આ નિયુક્તિને નવી દિલ્હીનું, બેઇજીંગના ઢાકાને લલચાવવાના પ્રયાસો સામેનું પગલુ માનવામાં આવે છે. મેન્ડરીન અને ફ્રેન્ચ બન્ને ભાષામાં પ્રભુત્વ ધરાવતા દોરાઈસ્વામી આ પહેલા નવી દિલ્હીમાં MAE હેડક્વાટર્સ ખાતે જોઇન્ટ સેક્રેટરી તરીકે અને ઇન્ડો-પેસીફિકના હેડ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા તેમજ ભારત આ ચાર દેશો જાપાનના પૂર્વ કીનારેથી આફ્રીકાના પૂર્વ કીનારા સુધીના વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવ સામે શાંતિ અને સમૃદ્ધી સ્થાપવાના હેતુ સાથે કામ કરી રહ્યા છે. આ તમામ ઘટનાઓની પૃષ્ઠભૂમી સમાન એક વાત એ છે કે શ્રીંગલાની ઢાકાની મુલાકાતને કારણે નીરીક્ષકોમાં રસ જાગ્યો છે.

- અરોનીમ ભૂયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.