ભુવનેશ્વરઃ ભારતીય સીમાથી જોડાયેલા ક્ષેત્રો પર નેપાળના દાવાનો વિરોધ ભારતે અનોખી રીતે કર્યો છે. એક સંગઠને ડાક ટિકિટની પ્રતિલિપિની સાથે એક પરબિડિયું જાહેર કર્યું જેને 1954માં હિમાલયન નેશને જાહેર કર્યું હતું. આ પોસ્ટ કાર્ડમાં દેખાડવામાં આવ્યું છે કે, વિવાદ હેઠળ આવનારા વિસ્તારો વાસ્તવમાં ભારતના જ છે.
2010માં ગઠિત ભારત રક્ષા મંચ વધુ એક રાજકીય સંગઠન છે, જેનો ઉદ્દેશ ભારતની સીમામાં ઘુસણખોરીને રોકવાનો છે. નેપાળની સાથે સીમા વિવાદના શાંતિપૂર્ણ નિવારણ માટે આ સંગઠને આ પરબિડિયું નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળી રાષ્ટ્રીય સભાના 59 સભ્યોને મોકલ્યું છે.
મંચના રાષ્ટ્રીય સચિવ અને પ્રખ્યાત દર્શનશાસ્ત્રી અનિલ ધીરે જણાવ્યું કે, 1954થી નેપાળે 29 પોસ્ટ કાર્ડ જાહેર કર્યા છે. જેમાં હંમેશાથી ભારતના દાવા અનુસાર જ નેપાળે નક્શાને બતાવ્યો છે.
ધીરેએ કહ્યું કે, નેપાળ ક્યારેય પણ કાલાપાણીને પોતાના વિસ્તાર અથવા વિવાદિત ક્ષેત્રના રુપે બતાવ્યો નથી. તે વિસ્તારોના નેપાળ સરકારના અધિકારીક માનચિત્રોમાં અને સ્કૂલના નક્શામાં પણ ક્યાંય સામેલ કરવામાં આવ્યો નથી. અનિલ ધીરની પાસે સંદર્ભ માટે ચાર પુસ્તકો પણ છે.
તેમણે કહ્યું કે, 1954ના માનચિત્ર સ્ટેમ્પની સાથે આ પરબિડિયું ભારત તરફથી પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શનને બતાવે છે. તેને ભારતમાં નેપાળી ઉચ્ચાયુક્ત, નેપાળના ફિલાટેલિક સોસાયટીના અધ્યક્ષ અને અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યા છે.
રક્ષા પ્રધાન રાજનાથસિંહ દ્વારા 8મેએ ઉત્તરાખંડના ધારચૂલાથી લિપુલેખ દરેને જોડનારી 80 કિમી લાંબી રણનૈતિક માર્ગનું ઉદ્ધાટન કર્યા બાદ બંને દેશોની વચ્ચે સંબંધ તણાવમાં આવ્યા છે.
નેપાળે સડકના ઉદ્ધાટન પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા દાવો કર્યો છે કે, આ નેપાળી વિસ્તારથી થઇને પસાર થાય છે. ભારતે દાવાને રદ કરતા કહ્યું કે, માર્ગ પુરી રીતે તેના ક્ષેત્રમાં છે.
નેપાળ સરકારે 20 મેના દિવસે પોતાના ક્ષેત્ર હેઠળ લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણીને જોતા એક સંશોધિત રાજકીય અને પ્રશાસનિક માનચિત્ર રજૂ કર્યું છે. જે બાદ ભારતે કાઠમાંડૂને આ રીતે બનાવટી અને નકલી કાર્ટોગ્રાફિક રજૂ કરવાનો ઇન્કાર કર્યો છે.