નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કુલ 27,02,743 કેસ નોંધાયા છે. જેમાંથી 6,73,166 સક્રિય કેસ છે. આ સાથે જ કુલ 19,77,780 દર્દીઓ સાજા થઇ ગયા છે. કોરોનાના સંક્રમણના કારણે 51,797 દર્દીઓના મોત થયા છે, મહારાષ્ટ્રમાં કોરોના ચેપથી વધુ 288 દર્દીઓના મોત બાદ રવિવારના રોજ રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 20,000ને પાર થઇ ગઈ છે. રાજ્યમાં 11111 નવા કેસ સામે આવ્યા છે.જેમાંથી સંક્રમણના કેસની સંખ્યા 5,95,865 સુધી પહોંચી ગયો છે. સંક્રમણથી 20,037 લોકોના મોત થયા છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાના મોત મામલે ભારત 4 સ્થાને છે. 50 હજારનો આંકડો પાર કરનાર ભારત 4 દેશ છે. આ પહેલા અમેરિકામાં 173128 મોત, બ્રાજિલમાં 107,879 અને મેક્સિકોમાં 56,757 લોકોના મોત થયાં છે.
ભારતમાં કોરોના ટેસ્ટની વાત કરીએ, તો તેની ગતિ હવે વધી ગઈ છે. ભારતે અત્યાર સુધી 3 કરોડ કોરોનાની તપાસ કરી છે. 16 ઓગસ્ટ સુધીમાં કોવિડ -19 માટે 3,00,41,400 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી સોમવારે, ભારતીય તબીબી સંશોધન પરિષદે 7,31,697 કોરોના નમૂનાઓની તપાસ કરી.