ETV Bharat / bharat

ભારત-ચાની સરહદ વિવાદ, ચીને LAC પર 40 હજાર સૈનિકો તૈનાત કર્યા - વાસ્તિવક નિયંત્રણ રેખા

નિયંત્રણ રેખા પર ચીને ડી-એસ્કેલેશનના કોઈ સંકેતો બતાવ્યા નથી. કેમ કે, ચીને નિયંત્રણ રેખા પર લગભગ 40,000 સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું છે.

ભારત - ચાની સરહદ વિવાદ
ભારત - ચાની સરહદ વિવાદ
author img

By

Published : Jul 22, 2020, 8:30 PM IST

લદ્દાખ: ભારત-ચીન સરહદ પર તનાવ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે બેઠકો અને ચર્ચા શરૂ જ છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એ વાસ્તવિક નિયંત્રણ લાઇન પર 40 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એચ્યુઅલ કંટ્રોલ લાઇન પર તણાવ ઓછો કરવાના મૂડમાં નથી. કેમ કે ચીને લાઇન ઓફ કંટ્રોલ પર 40,000 સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું છે. આ સૈનિકો હવાઈ સંરક્ષણ પ્રણાલી જેવા શસ્ત્રોથી સજ્જ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે થયેલી બંને કોર કમાન્ડરો વચ્ચેની છેલ્લી રાઉન્ડની વાતચીત બાદ પણ ડી-એસ્કેલેશન પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નથી.

ભારત-ચીન સરહદ પર તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે બેઠક અને વાટાઘાટોનો દોર ચાલુ છે. કમાન્ડર-કક્ષાના અધિકારીઓ વચ્ચે 14 અને 15 જુલાઇએ છેલ્લી બેઠકમાં સંમતિ થઈ હતી કે, બંને પક્ષ હવે ડી-એસ્કેલેશન પર નજર રાખશે.

ગત મહિને 15 જૂને ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા. આ હિંસક અથડામણમાં 43 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. જોકે, ચીને હજી સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.