ETV Bharat / bharat

ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિમાં કેન્દ્ર સ્થાને છે : વરિષ્ઠ રાજદ્વારી - પારાસેલ ટાપુઓ

ભારત અને ચીન પૂર્વીય લદ્દાખમાં સીમા સંઘર્ષમાં લાગેલા છે અને ચીન દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં તેની વિસ્તારવાદી નીતિઓને આગળ ધકેલી રહ્યું છે ત્યારે એક વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીએ કહ્યું છે કે ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિમાં કેન્દ્ર સ્થાને રહેશે.

India centrepiece of US Indo-Pacific strategy
ભારત અમેરિકા
author img

By

Published : Sep 5, 2020, 1:08 PM IST

નવી દિલ્હી: ભારત અને ચીન પૂર્વીય લદ્દાખમાં સીમા સંઘર્ષમાં લાગેલા છે અને ચીન દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં તેની વિસ્તારવાદી નીતિઓને આગળ ધકેલી રહ્યું છે ત્યારે એક વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીએ કહ્યું છે કે ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિમાં કેન્દ્ર સ્થાને રહેશે.

યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફૉરમ (યુએસઆઈએસપીએફ) દ્વારા આયોજિત અને હાલમાં ચાલી રહેલા 'યુએસ ભારત: નવા પડકારો સામે તરવું" વિષય પર એક સપ્તાહની ચર્ચામાં બોલતા અમેરિકાના ઉપ વિદેશ પ્રધાન સ્ટીફન બૈગને કહ્યું છે કે અમેરિકાની નવી ભારત-પ્રશાંત રણનીતિમાં આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓનો પડઘો પડે છે અને ભારત-પ્રશાંત રણનીતિ લોકશાહી આસપાસ કેન્દ્રિત છે. "તે મુક્ત બજારો આસપાસ કેન્દ્રિત છે." તેમ બૈગને સોમવારે કહ્યું હતું. "તે ભારત સરકાર અને ભારતીય લોકો અમેરિકાની સરકાર અને અમેરિકાના લોકો સાથે જે એક સમાન મૂલ્યો ધરાવે છે તેના પર કેન્દ્રિત છે. તેને સફળ બનાવવા આપણે આ ક્ષેત્રમાં પૂરા સ્તર પર પ્રયાસ કરવો પડશે. તેમાં અર્થતંત્રના સ્તર, સુરક્ષા સહકારના સ્તરનો સમાવેશ થાય છે અને ભારત આ રણનીતિના કેન્દ્ર સ્થાને ન હોય તો તે અસંભવ છે. આથી મને અગત્યનું લાગે છે કે અમેરિકા આ રણનીતિ અપનાવશે. ભારત પડખે ન ઊભું રહે તો તે અમારા માટે સફળ નહીં બને."

જાપાનના વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ અવધિમાં વર્ષ ૨૦૦૬-૦૭માં શિન્ઝો અબેએ ભારત-પ્રશાંત ક્ષેત્ર શબ્દ પ્રયોજ્યો હતો અને તેમાં જાપાનના પૂર્વ દરિયા કાંઠાથી લઈને આફ્રિકાના પૂર્વ દરિયા કાંઠાનો સમાવેશ થાય છે. બૈગનની આ ટીપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ભારત અને ચીનનાં દળો વચ્ચે આ વર્ષે જૂનમાં લદ્દાખમાં લોહિયાળ સંઘર્ષ થયો હતો જેના પગલે ૪૫ વર્ષમાં પહેલી વાર વાસ્તવિક અંકુશ રેખાએ બંને બાજુએ મૃત્યુ થયાં હતાં. દરમિયાનમાં ગયા મહિને અમેરિકાએ પણ ચીનની વ્યક્તિઓ અને સાહસો સામે, ચીનના દક્ષિણ ચીન સમુદ્રમાં આધિપત્યવાદી અભિગમના લીધે વિઝા નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યાં હતાં. જુલાઈમાં, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નૌ સેનાએ દક્ષિણ ચીન સમુદ્રમાં જળ અને ભૂમિ બંને પર આક્રમક પ્રવૃત્તિઓ દ્વારા નૌ સેના કવાયત હાથ ધરી હતી. પારાસેલ ટાપુઓ પાસે ચીનની તાજી પ્રવૃત્તિઓનો સામનો કરવા, અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં ત્રણ પરમાણુ શક્તિવાળા વિમાનવાહક જહાજો ગોઠવ્યાં હતાં. ચીન આ ક્ષેત્રમાં અન્ય દેશો સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સ્પાર્ટ્લી અને પારાસેલ દ્વીપ સમૂહો બાબતે વિવાદમાં ફસાયેલું છે. સ્પાર્ટલી ટાપુઓ પર બ્રુનેઇ, મલયેશિયા, ફિલિપાઇન્સ, તાઇવાન અને વિયેતનામ પણ દાવો કરી રહ્યાં છે જ્યારે પારાસેલ ટાપુઓ પર વિયેતનામ અને તાઇવાન દાવો કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૬માં, હેગ સ્થિત પરમેનન્ટ કૉર્ટ ઑફ આર્બિટ્રેશને ઠરાવ્યું હતું કે ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સના અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું, જે વિશ્વના સૌથી વ્યસ્ત વાણિજ્યિક ખરીદી માર્ગ પૈકીનો એક છે.

ન્યાયાલયે ચીન પર ફિલિપાઇન્સના માછીમારી અને પેટ્રોલિયમ શારકામમાં હસ્તક્ષેપ કરવાનો, કૃત્રિમ ટાપુઓ બનાવવાનો અને આ ક્ષેત્રમાં ચીનના માછીમારોને માછીમારી કરતા નહીં અટકાવવાનો આક્ષેપ કર્યો હતો. તે પછી ફરી એક વાર, જુલાઈમાં વિયતેનમા અને ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન પર વારંવાર દરિયાઈ કાનૂનોના ઉલ્લંઘન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, ચીન પૂર્વ ચીન સમુદ્રમાં સેન્કાકુના ટાપુઓ જેને ચીન દિઆયોઉ ટાપુ કહે છે તેના પર જાપાન સાથે વિવાદમાં પણ સંડોવાયેલું છે.

બૈગને કહ્યું કે "અમે જે ભારત-પ્રશાંત રણનીતિ આગળ વધારી રહ્યા છે તેના પર પોતાની રીતે પ્રદાન કરવામાં અદ્ભુત નેતૃત્વ અને રસ દાખવ્યો છે." "ભારત અને અમેરિકાએ સુરક્ષા સહકાર ગાઢ બનાવ્યો છે. આપણી પાસે વ્યાપક આર્થિક સંબંધો માગતી પ્રક્રિયા છે અને આપણે તેમાંથી પસાર થઈ રહ્યા છે અને વેપાર ઉદારીકરણના કેટલાંક પરિમાણોનો સમાવેશ તેમાં કરી શકાય છે." તેમ તેમણે કહ્યું હતું. "અને આપણે સુરક્ષા વર્તુળમાં પણ ખૂબ જ નિકટથી કામ કરી રહ્યા છે, સૌથી તાજેતરમાં, ભારતે મલાબાર નૌ કવાયતમાં ભાગ લેવા ઑસ્ટ્રેલિયાને આમંત્રવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો જે ભારત-પ્રશાંત સમુદ્રોની સુરક્ષા અને માર્ગની સ્વંતંત્રતા સુનિશ્ચિત કરવા તરફ એક જબરદસ્ત પગલું હશે."

ભારત અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જે ક્વાડ તરીકે પણ જાણીતો છે, તેનો ભાગ છે. તે અનૌપચારિક રણનીતિક મંચ છે. તેમાં સભ્ય દેશો વચ્ચે અર્ધ નિયમિત શિખર પરિષદ, માહિતીનો વિનિમય અને સૈન્ય કવાયતો થતી રહે છે. ક્ષેત્રમાં ચીનના વધતા જતા પગપેસારાના પગલે ભારત-પ્રશાંતમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુલ્લા દરિયાઈ માર્ગોને સુનિશ્ચિત કરવું એ આ ફૉરમનો હેતુ છે. સંવાદની સાથે અભૂતપૂર્વ સ્તર પર 'એક્સર્સાઇઝ મલાબાર' નામે સંયુક્ત સૈન્ય કવાયતો પણ થતી રહે છે. રાજદ્વારી અને સૈન્ય સંબંધને વ્યાપક રીતે ચીનની વધતી જતી આર્થિક અને સૈન્ય શક્તિના જવાબ રૂપે જોવામાં આવે છે અને ચીને આ ક્વાડના સભ્યો સામે ઔપચારિક રીતે રાજદ્વારી વિરોધ નોંધાવીને પ્રતિભાવ આપ્યો હતો.

ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિના કેન્દ્રમાં છે તેવું બૈગનનું નિવેદન સિંગાપોરમાં વર્ષ ૨૦૧૮માં શાંગ્રી-લા સંવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના પગલે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ૧૦ દેશોનો દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનો સંઘ (આસિયાન) ક્ષેત્રીય સમૂહ ભારત-પ્રશાંતના ભવિષ્યમાં કેન્દ્ર સ્થાને હશે. "તે માત્ર ભારત જ નથી, પરંતુ અન્ય અનેક દેશો છે જે ભારત-પ્રશાંતના કેન્દ્રમાં આસિયાનને રાખે છે, જેનો અર્થ એ થયો કે આ ક્ષેત્રની સમસ્યાઓને આસિયાનના નેતૃત્વવાળી સંસ્થાઓ દ્વારા હલ કરવી જોઈએ." તેમ ગેટવે હાઉસ થિંક ટૅન્કમાં વિદ્વાન સભ્ય અને જેમણે મ્યાનમારમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી તેવા રાજીવ ભાટિયાએ ઇટીવી ભારતને કહ્યું હતું. "પરંતુ બીજી તરફ, જ્યારે અમેરિકી અધિકારીઓ કહે છે કે ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિના કેન્દ્ર સ્થાને છે ત્યારે તેનો અર્થ થાય છે કે ચીન સામે કામ લેવાની રીતે આ ક્ષેત્રમાં ભારત અમેરિકાની નીતિમાં ખૂબ જ અગત્ય ધરાવે છે." તેમ ભાટિયાએ સમજાવ્યું હતું. તેઓ ભારત-પ્રશાંત બાબતો પર નિયમિત ટીપ્પણી કરતા હોય છે.

- અરુણિમ ભુયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.