નવી દિલ્હી: ભારત અને બ્રિટનની સેના 13 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન સેલિઝબેરી પ્લેંસમાં સંયુક્ત લશ્કરી તાલીમ લેશે. આ સમય દરમિયાન મુખ્યત્વે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીની તાલીમ આપવામાં આવશે.
સોમવારે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટનના 120-120 સૈનિકો લશ્કરી તાલીમમાં જોડાશે અને વિવિધ આતંકવાદ અને આતંકવાદ વિરોધી કામગીરીનો અનુભવ શેર કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને બ્રિટન વચ્ચેની સંયુક્ત લશ્કરી તાલીમ અજેય વારિયર-2020ની આ પાંચમી આવૃત્તિ છે અને તે બ્રિટનના સેલિઝબેરી પ્લેસમાં 13થી 26 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. નોંધનીય છે કે, લશ્કરી તાલીમમાં અજેય વારિયર બદલામાં બ્રિટન અને ભારતમાં યોજાય છે.