ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. ભારત તરફથી શેફાલી વર્મા 29 રન તેમજ સ્મૃતી મંધાના 10 રન જ્યારે જેમિમા રોડ્રિગેજે 26 રનોનું યોગદાન આપ્યુ હતું. કેપ્ટન હરમનપ્રિત કૌર ખાલી 2 રન બનાવીને આઉટ થઇ હતી.
છેલ્લે દીપ્તિ શર્માએ 49 રન તેમજ વેદા કૃષ્ણામૂર્તીએ 9 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જેસ જોનાસેને બે વિકેટ ઝડપી હતી.
133 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ઓપનર બેસ્ટમેંન અલિસા હેલીએ અર્ધી સદી ફટકારીને ટીમને એક સારી શરૂઆત અપાવી હતી.
ભારતની બોલીંગની વાત કરીએ તો પુનમ યાદવને ચાર વિકેટ મળી હતી. જ્યારે શિખા પાંડેને ત્રણ તેમજ રાજેશ્વરી ગાયકવા઼ડેને એક વિકેટ મળી હતી.