નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાનને ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતીય વિસ્તારને ખાલી કરવાનું કહ્યું છે. જે વિસ્તારને ઈમરાન ખાન સરકારે રવિવારના રોજ પાંચમાં રાજ્યનો દરજ્જો આપ્યો છે. ભારતે કહ્યું કે, ગિલગિત-બાલિસ્તાન સહિત સંપુર્ણ લદ્દાખ અને જમ્મૂ -કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન ઈમરાન ખાને તેમની સરકારને ગિલગિત-બાલ્ટિસ્તાનને અંતરિમ રાજ્યનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. જે પૂર્વ રાજ્ય જમ્મૂ અને કાશ્મીરના રાજ્યનો એક ભાગ છે. રાજ્યનો આ ભાગ 1947માં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવ્યો હતો.
ભારતનું અભિન્ન અંગ છે આ વિસ્તાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારત સરકારે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારના એક ભાગમાં ભૌતિક પરિવર્તન લાવવાના પ્રયાસને રદ્દ કરે છે. સરકારે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીર અને લદ્દાખ કહેવાતા ગિલગિત-બાલ્ટિસ્તાન પણ સામેલ છે. જે ભારતનું અભિન્ન અંગ છે. શ્રી વાસ્તવે કહ્યું કે, પાકિસ્તાન સરકારની પાસે ગેરકાયદેસર અને ખોટી રીતે કબ્જો કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે, સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં કોઈ પણ બદલાવ સ્વીકાર કરવામાં આવશે નહી.
અમારી જમીનને જલ્દી ખાલી કરે પાકિસ્તાન
શ્રીવાસ્તવે કહ્યું કે, ભારત સરકાર આ ભારતીય વિસ્તારોની સ્થિતિને બદલવાની માંગ કરવાની બદલે પાકિસ્તાનને તેમના ગેરકાયદેસર કબજાને જલ્દી ખાલી કરવા કહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની આ નાપાક હરકતની પાછળ ચીનનો હાથ છે. પાકિસ્તાનની સામે ચીનની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે, તે ડ્રેગનના કબ્જાને નીચે દબાયેલ છે. ઈમરાન ખાને માત્ર ગિલગિત-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનને અંતરિમ રાજ્યનો દરજ્જો આપ્યો છે પરંતુ નવેમ્બરમાં જ ચૂંટણી યોજવાની પર જાહેરાત કરી છે.
આ પણ વાંચો :
ભારતની પહેલ સામે પાકિસ્તાને ભર્યું આ પગલું...
જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યમાં POK, ગિલગિત, બાલ્ટિસ્તાન સામેલ: બિપિન રાવત