ETV Bharat / bharat

ભારતના વિચાર પર આદેશ: દિલ્હી ચૂંટણી, ૨૦૨૦નું મહત્તા - Delhi elections 2020

જ્યારે મિર્ઝા ગાલિબે આ અમર પંક્તિઓ લખી, "વિશ્વ એ દેહ છે, દિલ્હી એ આત્મા છે", ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી દીધી હતી અને દિલ્હી જગ્યા તરીકે અને કલ્પના તરીકે મહત્ત્વનું રહેશે. દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી સાથે, રાષ્ટ્રની નજર તેના પર છે. ૭૦ સભ્યોની દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ૮ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે જેની પૃષ્ઠભૂમિમાં સામાજિક-રાજકીય વાવંટોળની અભૂતપૂર્વ છાયા છે, જે રાષ્ટ્રીય સ્તરે પણ છે અને દિલ્હીના હૃદયમાં પણ છે. નાગરિકત્વ અને પોતાના પણાના મુદ્દે ચર્ચાઓએ લોકોને શેરીઓમાં લાવી દીધા છે અને બીજી તરફ દેશનું અર્થતંત્ર લાંબા સમયથી મોટી મંદી તરફ નિહાળી રહ્યું છે. દિલ્હી ચૂંટણીને ભલે સ્થાનિક ચૂંટણી તરીકે ગણાવાતી હોય, તે આ વર્ણનો સાથે જ લડાઈ રહી છે અને તેનો ચુકાદો દેશની સામે લડી રહેલી કેટલીક જટિલતા પર પડઘા તરીકે જોવામાં આવશે.

india-arrives-in-command-delhi-elections-3-important

author img

By

Published : Feb 5, 2020, 10:52 PM IST

Updated : Feb 5, 2020, 11:01 PM IST

દિલ્હીનું આ વખતે શા માટે વધુ અને વધુ મહત્ત્વ છે:

દિલ્હીમાં ચૂંટણી હંમેશાં પ્રતીક મૂલ્ય જ ધરાવે છે. દિલ્હી દેશના રાજકારણનું કેન્દ્ર છે અને 'રાષ્ટ્રીય મિડિયા'ની પણ નજીક છે, આ રીતે તે અસાધારણ રાજકીય વજન ધરાવે છે. જોકે દિલ્હીની આ વિધાનસભા ચૂંટણીનું મહત્ત્વ પ્રતીકાત્મકતાથી વધુ છે કારણકે તે ભારતમાં મતદાનના વર્તન અંગે જે અવધારણાઓ છે તેની પરીક્ષા કરશે, બીજું, તે 'વૈકલ્પિક રાજકારણ'ના પ્રકારની કામ કરવાની ક્ષમતા નક્કી કરશે અને અંતિમ, તે ભારતમાં સમવાયતંત્રની ભાવનાના સંભવિત ભવિષ્ય પર એક ટીપ્પણી આપશે.

દિલ્હીના મતદારો વિશે એવું અવારનવાર કહેવાય છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ વચ્ચે ભેદ કરતા આવ્યા છે, ચૂંટણીના પ્રકાર સાથે મતદારની પસંદગી બદલાય છે. આનો અર્થ એ થયો કે દિલ્હીના મતદારોએ 'સ્થાનિક' અને 'રાષ્ટ્રીય સ્તરે' રહેલા મુદ્દાઓને અલગ પાડવાનું ચાલુ રાખ્યું છે. શાસક આમ આદમી પક્ષ (આઆપ) જેવા પક્ષો માટે, આ વર્તન સંપૂર્ણ સરસ રીતે કામ કર્યું હોય તેમ લાગે છે કારણકે આ પક્ષ તેની ઝુંબેશ 'સ્થાનિક' કાર્યપ્રદર્શન પર કેન્દ્રિત કરવાની રણનીતિ ધરાવે છે. ભારતીય જનતા પક્ષે (ભાજપ) જોકે પક્ષના કેન્દ્ર સ્તરે પ્રદર્શનની મુરલી વગાડીને અને કેન્દ્ર ખાતે તેના ચુકાદાની પૂરી સાક્ષી તરીકે રાજ્યમાં મત માગીને આ ભેદ ખોરવવા પ્રયાસ કર્યો છે. એકીકૃત મજબૂત નેતૃત્વ ઉત્પન્ન કરવાની જરૂરિયાત પર ભાર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આદેશનો અંતહીન પ્રવાહ. 'દિલ્હીની જરૂરિયાતો અને તેના પ્રશ્નો' તો જ ઉકેલી શકાય જો તેને કેન્દ્રના આદેશ સાથે કદમતાલ મેળવીને ચાલી શકાય તેમ ભાજપ દિલ્હીમાં મતદારોને કહે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પક્ષોના ભૂતકાળના કાર્યપ્રદર્શન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભાજપે ફરી એક વાર દિલ્હીમાં વધુ મોટા રાષ્ટ્રીય વર્ણનને રજૂ કર્યું છે જેમાં આઆપ અને કૉંગ્રેસ જેવા પક્ષોને 'રાષ્ટ્રીય હિતો' સાથે સમાધાન કરનારાં તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

‘ઓળખનું રાજકારણ નહીં, માત્ર વિકાસ’: ‘વૈકલ્પિક રાજકારણ’ માટે પડકારો

છેવટે દિવસના અંતે મતદાન આધારિત રાજકારણ એ વધુ તો સંખ્યાની રમત જ છે અને આ રીતે 'વર્ગ' અથવા તેને કેટલીક અપીલ, તેનું વ્યાજ ચૂકવે છે. 'વિકાસ' કે ડેવલપમેન્ટ આ જાદુઈ શબ્દ છે જે 'વર્ગો'ને એક સાથે લાવી શકે છે અને ઓળખ આધારિત વિભાજનોને ભૂંસી શકે છે. સમયે-સમયે લાગેલાં સૂત્રો જેમ કે 'ગરીબી હટાવો', 'સબ કા સાથ સબ કા વિકાસ' અને બીજાં બધાં આ દૂરદૃષ્ટિ અને રણનીતિને રજૂ કરે છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ભારતીય રાજકારણમાં પ્રવેશવાના અવરોધરૂપ ત્રણ દૂષણનો ઉકેલ લાવવા માટે ભારતીય નાગરિકોના તમામ વર્ગ દ્વારા જ્યારે પ્રયાસ થયો ત્યારે ભારતીય રાજકારણના એક પ્રયોગાત્મક તબક્કામાંથી આઆપનો જન્મ થયો છે. આ ત્રણ દૂષણો છે: નાણાં, ગુંડાગીરી અને પરિવારવાદ કે વંશવાદ. ૨૦૧૦માં રચાયેલા નવા પક્ષના પ્રદર્શનીય વિજયને નાણાં આધારિત ભાષામાંથી પ્રતિબદ્ધતા આધારિત ભાષા એમ ભારતમાં રાજકારણની ભાષા હંમેશ માટે બદલી નાખનાર તરીકે જોવામાં આવ્યો હતો. તે રાજકારણમાં ઉદય થયો ત્યારે તે સેવાઓની સોંપણીની વાત કરતો હતો. જે પણ હદે તે સફળ હોય કે ન હોય, તે રમતમાં ધરખમ પરિવર્તન કરનાર છે. જે અગત્યનું છે તે એ છે કે તેનાં અનેક વિકાસ કામ દ્વારા આઆપે સમાજમાં વિવિધ છિદ્રોથી ઉપર ઊઠીને એક સામાજિક ગઠબંધન - 'મેઘધનુષ ગઠબંધન' સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે, જે રાજકીય પક્ષો દ્વારા આચરાતા લોકપ્રિયતા આધારિત રાબેતા મુજબના સંરક્ષણથી આગળ નીકળી ગયું. સામાજિક વૈજ્ઞાનિકો અમિત આહુજા અને પ્રદીપ છીબર મતદાનના ત્રણ અલગ 'અર્થઘટનો' દ્વારા વ્યાખ્યાયિત ત્રણ વ્યાપક સામાજિક સમૂહોને ઓળખે છે. આ રીતે, સામાજિક-આર્થિક વર્ણવટના સૌથી નીચેના છેડે રહેલા સમૂહો દ્વારા મતદાનના કૃત્યને 'અધિકાર' તરીકે ગણવામાં આવે છે, વર્ણપટની મધ્યમાં રહેલા લોકો દ્વારા મતદાનને રાજ્યના સંસાધનો સુધી પહોંચવાના સાધન ગણવામાં આવે છે અને વર્ણપટની ટોચ પર રહેલા લોકો દ્વારા મતદાનને 'નાગરિક ફરજ' ગણવામાં આવે છે.

પ્રશ્ન એ છે કે આઆપ કેટલા સમય સુધી મતદાનની આ ત્રણ વર્તણૂંકની દોરીને સાંકળતા સાચા મતદાન આલ્ગૉરિધમને અપનાવવાનું ચાલુ રાખી શકશે? આઆપ હૉસ્પિટલ, શાળાઓ, પાણી અને વીજળીના ક્ષેત્રમાં તેના ટ્રેક રેકૉર્ડના આધારે ફરીથી સત્તા માગે છે. શું તે દેશને નોંધપાત્ર ઓળખના આધારે ધ્રૂવીકારણની બની રહેલી ઘટનાઓથી આ મુદ્દાઓને, ખાસ કરીને દિલ્હીના રાજ્યમાં, અલગ રાખી શકશે?

શાહીનબાગ, જેએનયુ, જામિયા: શું ‘મધ્યવાદનો મંચ પુનરાગમન માટે સજ્જ છે?

દિલ્હી વિધાનસભા ચૂંટણી આ વખતે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ રાજકીય વાવંટોળની વચ્ચે થઈ રહી છે. આ અનેકનું કેન્દ્ર બિંદુ- જેએનયુમાં ફીમાં વધારાની સામે ચળવળથી લઈ શાહીનબાગમાં સીએએ-એનઆરસીની સામે ધરણા, દિલ્હી અને તેની આસપાસ થઈ રહ્યા છે. આઆપે વિવાદાસ્પદ મુદ્દાઓ સીએએ-એનઆરસી અને 'ટુકડેટુકડે ગેંગ' જેવી ચર્ચાઓથી પોતાને જેટલો દૂર રાખ્યો છે તેટલો ભાજપ આ મુદ્દાઓને રાજ્યની ચૂંટણીના મહત્ત્વના મુદ્દાઓ બનાવવા માગે છે. આઆપના કાર્યપ્રદર્શનલક્ષી ઝુંબેશની સામે, ભાજપ એવા વિષયમાં જાય છે જેમાં પક્ષો સીએએ-એનઆરસી વિરોધ પ્રદર્શનોને સમર્થન કરે છે અથવા તેની કડક ટીકા નથી કરતા તેમને દેશવિરોધી તરીકે લેખાવી અવિશ્વસનીય ગણાવાય છે. સીએએ-એનઆરસી જેવા નીતિવિષયક પગલાંઓના ગુણદોષ પર ચર્ચામાં ઢસડાયા વગર, આઆપ તેને ભાજપની વિકાસલક્ષી કાર્યપ્રદર્શન કરવાની નિષ્ફળતાને છુપાવવાનો વિભાજનકારી કીમિયો ગણાવે છે. પરંતુ શું આઆપના ભાગે તે માત્ર ચૂંટણી રણનીતિના ભાગ કરતાં કંઈક વધુ છે, છેલ્લા થોડા મહિનાઓથી રાષ્ટ્રને ધ્રૂવીકરણ કરી રહેલા ચોક્કસ સંવેદનશીલ મુદ્દાઓ પર આઆપ કાળજીપૂર્વક વાત મૂકે છે- પછી તે જમ્મુકાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરવાનું હોય કે બાલાકોટ પર વાયુ સેનાનો હુમલા વિશે વિવાદ કે પછી જેએનયુમાં હુમલાઓ જેવા તાજેતરનાં પ્રકરણો અને શાહીનબાગ તેમજ જામિયામાં વિરોધ પ્રદર્શનો, કોઈ પણ અવલોકન કરી શકે છે કે પક્ષે મધ્યવાદી સ્થિતિ લીધી છે. ભાજપના જમણેરી રાષ્ટ્રવાદ અને ડાબેરી પક્ષો દ્વારા સમાન રૂપે અપનાવાતી તીખી ટીકા બંનેમાંથી ભેદ રાખીને આઆપ કૉંગ્રેસ પક્ષના ધોવાણના લીધે ભારતીય રાજકારણમાં ઉત્પન્ન શૂન્યાવકાશને ભરી રહ્યો છે. રસપ્રદ રીતે, જ્યારે મતદાન હિસ્સાની વાત આવે છે ત્યારે ભાજપે દિલ્હીમાં છેલ્લી થોડી વિધાનસભા ચૂંટણીઓમાં સ્થિરતાનું મહત્ત્વનું સ્તર જાળવી રાખ્યું છે (છેલ્લી ચાર ચૂંટણીઓમાં ૩૦-૩૫ ટકા), તો કૉંગ્રેસનું અત્યંત ધોવાણ થયું છે. તેનો મતદાનનો હિસ્સો ૨૦૦૩માં ૪૮.૧ ટકા હતો તે ઘટીને ૨૦૧૫માં દયનીય રીતે ૯.૭ ટકા થઈ ગયો છે. આ વખતે કૉંગ્રેસે પણ તેની ઝુંબેશ ઠંડી ચલાવી છે, તેના મોટા ભાગના સિતારાઓ ગાયબ છે. આનો અર્થ એ કે કૉંગ્રેસનો મતદાનનો હિસ્સો ફરી એક વાર આઆપના ખોળામાં પડવાનો છે. ઉપરાંત, ભાજપ દ્વારા સાંપ્રદાયિક રીતે ધ્રૂવીકરણ કરવાનું વાતાવરણ બનાવવાના પ્રયાસની અસરથી દિલ્હીના લઘુમતીઓને નિર્ણાયક રીતે આઆપની નજીક ખસવા નિર્ણય કરવામાં મદદ કરે તેવી સંભાવના છે કેમ કે કૉંગ્રેસ તેની નબળી હાજરી સાથે સ્પષ્ટ ગેરહાજર છે.

આદેશનું બહુસ્તરીય મહત્ત્વ:

૧૧ ફેબ્રુઆરીએ આવનાર આદેશની એક કરતાં વધુ રીતે રાષ્ટ્રીય મહત્તા રહેવાની છે. પહેલું, ભારતમાં રાજકીય પક્ષો દ્વારા વપરાતી રાજકીય ભાષા પર તેની અસર રહશે. ચુકાદો નાગરિકો દ્વારા મતદાનની પસંદગીની સાક્ષી રહેશે કે ઓળખ વિકાસ પર હાવી રહે છે કે આનાથી ઉલટું થાય છે? ઉપરાંત તે એ પણ દર્શાવશે કે વિકાસ અને ઓળખ જેવી શ્રેણીઓ ખૂબ જ પરિસ્થિતિજન્ય હોય છે અને અલગ-અલગ સમયે અને અલગ-અલગ સંજોગોમાં મતદારો માટે તેનો અર્થ અલગ-અલગ થતો હોય છે કે કેમ. 'વડા પ્રધાન તરીકે મોદી અને મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ' એ આહવાન હમણાં સુધી દિલ્હીના મતદારોના મોટા સમહૂ માટે ઘણું મહત્ત્વ રાખતું હતું. એ જ સમયે, જોકે ચુકાદો ભારતીય સમવાયતંત્રની ભવિષ્યની સ્થિતિનો પણ નોંધપાત્ર રીતે પડઘો પાડશે. (સ્વતંત્રતા પછીના દાયકામાં કૉંગ્રેસ જે રીતે એક હથ્થુ રાજ્ય કરતી હતી તેમ)ભાજપના રૂપમાં એક પક્ષના વર્ચસ્વવાળી પ્રણાલિના પુનરાગમનના યુગમાં, શક્તિશાળી બિનભાજપ સરકારોના ઉદયને રસ સાથે જોવામાં આવશે. ખાસ કરીને જ્યારે કાર્યકારી વ્યક્તિત્વ સામે (મોદી વિરુદ્ધ કેજરીવાલ, શાહ વિ. કેજરીવાલ) તરીકે સ્પર્ધામાં શક્તિશાલીનો વિજય ચાલુ રહે અને વધુ કહીએ તો લોકપ્રિય મુખ્યપ્રધાનો કેન્દ્ર દ્વારા ચાલતા રાજકારણના બદલે સ્થાનિક અને પ્રાદેશિક રાજકારણનો મતદારો દ્વારા સ્વીકાર દર્શાવી શકે છે. દિલ્હી મત આપશે ત્યારે સમગ્ર ભારત તે જોશે.

-ડૉ. કૌસ્તુભ ડેકા

Intro:Body:

blank

Conclusion:
Last Updated : Feb 5, 2020, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.