ETV Bharat / bharat

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મતભેદ દૂર થવાની આશાઃ જકાર્તામાં ભારત વિરોધી દેખાવો શાંત પડ્યા - ભારત વિરોધ દેખાવ

સમગ્ર વિશ્વ કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત અને ઇન્ડોનેશિયા તેમની વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહથી ઉભા થયેલા કેટલાક મતભેદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલની આશા રાખી રહ્યું છે. ઓછામાં ઓછા 50 લોકોનો ભોગ લેનાર, દિલ્હી તોફાનો અંગે ચિંતા વ્યક્ત કરવા માટે ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે પંદર દિવસ અગાઉ જકાર્તામાં ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવતને હાજર થવા ફરમાન કર્યું હતું.

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મતભેદ દૂર થવાની આશાઃ જકાર્તામાં ભારત વિરોધી દેખાવો શાંત પડ્યા

author img

By

Published : Mar 17, 2020, 1:51 PM IST

ન્યૂઝ ડેસ્ક : ઇન્ડોનેશિયામાં છેલ્લા બે સપ્તાહમાં જકાર્તામાં ભારતીય એમ્બેસીની બહાર અને મેડનમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર મોટા ધરણા-પ્રદર્શનો થયા હતા. આ દેખાવોનું આયોજન FPI, GNPF અને PA212 જેવા કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠનોએ કર્યું હતું. અગાઉ આ ત્રણ સંગઠનોના ચેરપરસન્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક સંયુક્ત પત્રકાર નિવેદનમાં કહેવાયું હતું કે, ‘અમે ભારત સરકારને નાગરિકતા કાયદો રદ કરવા માટે વિનંતી કરીએ છીએ. આ કાયદાનો હિંદુ કટ્ટરવાદી જૂથો દ્વારા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ઉપયોગ કરાઇ રહ્યો છે.’

જોકે ઇન્ડોનેશિયાના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, ભારતીય રાજદૂતને ચિંતાનો માત્ર ‘સંદેશ પહોંચાડવા’ માટે બોલાવવામાં આવ્યા હતા અન જકાર્તા માને છે કે, ભારત તેની ઘરેલુ સમસ્યાઓની ફરતે પેદા થયેલા તણાવોનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. ઇન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સિવિલ સોસાયટી સંગઠનો અને અન્ય ઘણા સંગઠનોનો એક સંદેશ હતો અને આ સંદેશાની (ભારત સરકારને) જાણ કરાઇ છે. લોકોમાં ભલે ચિંતા હોય પરંતુ ઇન્ડોનેશિયા સરકારને વિશ્વાસ છે કે, આપણે તે ઉકેલી લઇશું કારણકે આપણે બંને બહુલવાદી અને લોકશાહી દેશો છીએ.”

એવું જાણવા મળ્યું છે કે, સમગ્ર ભારતમાં થોડા સમય માટે CAA અને NRC વિરોધી દેખાવોને પગલે ચિંતાના વાદળો ઘેરાયા હતા. દિલ્હીના તોફાનોમાં કેટલાક લોકોના જીવ ગયા હતા. મોહમ્મદ ઝુબેર નામનો એક વ્યક્તિ તોફાનોની પીડાનો એક ચહેરો બનીને ઉભર્યો હતો. ઝુબેરને તેની દાઢી અને ટોપીને કારણે જમણેરી રાષ્ટ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હોવાનું અને તેને માર મારવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઝુબેરને માર મરાતો હોય તેવો એક ફોટો વાયરલ થયો હતો અને તેને કારણે ઇન્ડોનેશિયા સાથેના રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા થયો હતો.

પરંતુ હવે સુત્રોને આશા છે કે, આગામી શુક્રવારે જકાર્તામાં દેખાવો શાંત પડશે. ગયા શુક્રવારે ભારતીય એમ્બેસીની બહાર 110 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને એમ્બેસીની ફરતે બેરિકેડ્સ મૂકીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો હતો. ઇન્ડોનેશિયામાં અમેરિકન એમ્બેસી સિવાય કોઇ વિદેશી મિશનની સુરક્ષા માટે આટલા મોટા પગલા લેવાયા હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. અગાઉ પેલેસ્ટાઇનના મુદ્દે પણ અમેરિકન એમ્બેસીની બહાર દેખાવો થયા હતા.

એવી પણ આશા રખાઇ રહી છે કે, ભારત ઇન્ડોનેશિયામાં સૌથી વધુ પ્રભાવશાળી MUI (ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિલ) જેવા કેટલાક ચોક્કસ ઇસ્લામિક સંગઠનો સાથે ચર્ચા કરશે અને મંત્રણાઓ મારફતે ભારતીય લઘુમતી મુસ્લિમો અંગે ઉભી થયેલી ચિંતાઓનું શમન કરવા પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિલ હજુ ભારત વિરોધી દેખાવો માટે રસ્તા પર ઉતર્યું નથી.

જોકે, MUI દ્વારા તેના એક આકરા નિવેદનમાં યુનાઇટેડ નેશન્સને ભારતમાં સત્ય શોધક ટીમને મોકલવાની અને લઘુમતીઓના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને અનુરૂપ કડક પગલા ભરવાની વિનંતી જરૂરથી કરવામાં આવી છે. આ નિવેદનમાં CAAને પક્ષપાતી ગણાવવામાં આવ્યો છે અને ભારત સરકારને જમ્મુ અને કાશ્મીરના ભવિષ્ય અંગે લોકમત સહિતના UNSC ઠરાવોનું સન્માન કરવા માટે વિનંતી પણ કરાઇ છે. આ નિવેદનમાં ઇન્ડોનેશિયાના મુસ્લિમો દ્વારા ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી છે અને ભારતીય મુસ્લિમો વિરુદ્ધ પરિસ્થિતિમાં જો કોઇ સુધારો ના થાય તો નવી દિલ્હી સાથેના સંબંધો તોડી નાખવા માટે પણ ઇન્ડોનેશિયા સરકારને કહેવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોનેશિયા OIC (ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ)માં કાશ્મીર મુદ્દે ભારત પ્રત્યે ‘સંવેદનશીલ’ અને ‘સહાનુભૂતીશીલ’ રહ્યું છે. ઇન્ડોનેશિયાએ UNSC દ્વારા મસૂદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તને સમર્થન આપ્યું હતું અને ભારતમાં પુલવામામાં જ્યારે ત્રાસવાદી હુમલો થયો હતો ત્યારે તેને વખોડનારા સૌપ્રથમ રાષ્ટ્રો પૈકીનું એક હતું. ભારતમાં થઇ રહેલી ગતિવિધિઓ અને દેખાવો પ્રત્યે જકાર્તાનો અત્યાર સુધીનો સત્તાવાર પ્રતિભાવ ‘નજીવા મતભેદવાળો’ અને ‘ગણતરીપૂર્વક’નો રહ્યો છે, એમ સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.

જકાર્તામાં ભારતીય રાજદૂત ચાલુ સપ્તાહે ઉપરાષ્ટ્રપતિને મળે તેવી ધારણા છે. ઉપરાષ્ટ્રપતિ MUIના પણ એક સભ્ય છે અને તેમની સાથે સંવેદનશીલ ગતિવિધિઓ સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતા છે. ભારત અને ઇન્ડોનેશિયાએ બે રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ સંપાદન કરવા માટે ઓક્ટોબર 2018માં આંતર-વિશ્વાસ વાટાઘાટોનો પ્રારંભ કર્યો હતો અને તેની બેઠક દર વર્ષે થશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી એકેય વખત આ બેઠક મળી નથી. સૂત્રોને આશા છે કે, ભારત ચાલુ વર્ષે વાટાઘાટોનો આગામી દોર ગોઠવી રહ્યું છે અને આ બેઠક દ્વિપક્ષીય જોડાણમાં ધાર્મિક તણાવને શાંત પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

જોકે, અત્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની તમામ દ્વિપક્ષીય વાટાઘાટો મુલતવી રહી છે જેમાં આયોજિત ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ અને રાજકીય, સુરક્ષા અને માનવ અધિકારો માટે ઇન્ડોનેશિયન કો-ઓર્ડિનેટિંગ મિનિસ્ટર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલના સ્તરની પ્રસ્તાવિત બીજી સુરક્ષા વાટાઘાટનો પણ સમાવેશ થાય છે. અત્યારે બંને રાષ્ટ્રો તેમની એમ્બેસી મારફતે વાટાઘાટો આગળ ધપાવવા પર ભાર મૂકી રહ્યા છે.

સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું કે, “ઇન્ડોનેશિયાની વિદેશ નીતિ ભારત સાથે મજબૂત સંબંધો ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે.”

દરમિયાનમાં સૂત્રોએ ભારતીય મીડિયાના એવા કેટલાક અહેવાલોને ફગાવ્યા છે જેમાં ગુપ્તચર સૂત્રોનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, ઇન્ડોનેશિયાની એક એનજીઓ ACT (અક્સી સિપેટ ટેન્ગગેપ) દિલ્હી તોફાનો માટે ભંડોળ ભેગું કરી રહી છે. ACTએ આ અહેવાલને સત્તાવાર રદીયો આપી દીધો છે ત્યારે સૂત્રોએ ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચેની ચર્ચામાં આ મુદ્દો હજુ કોઇએ ઉઠાવ્યો નથી અને આક્ષેપોને સાબિત કરવા માટે સત્તાવાર રીતે કોઇ પુરાવા આપવામાં આવ્યા નથી.

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.