નવી દિલ્લીઃ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને લીધે WHOએ આ વાયરસને મહામારી જાહેર કર્યો છે, ત્યારે ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 65 થઇ ગઇ છે. આ મહામારીને ફેલાતી રોકવા માટે ભારત સરકારે વિદેશથી આવતા લોકોના વિઝા 15 ઐપ્રિસ સુધી રદ કર્યા છે.
આ મહામારીથી બચવા ભારત સરકારે બધા રાજ્યોને મહામારી આધિનિયમ, 1897ની જરૂરી જોગવાઈઓનો અમલ કરવાની સલાહ આપી હતી. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 11 થઇ ગઇ છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ
- હરિયાણા-14
- કેરળ-14
- રાજસ્થાન-3
- તેલંગના-1
- ઉતર પ્રદેશ-9
- લદ્દાખ-2
- તમિલનાડુ-1
- જમ્મુ-કાશ્મીર-1