ETV Bharat / bharat

આવકમાં વૃદ્ધિ – ખેડૂત માટે બાંયધરીનો એકમાત્ર સ્રોત - ખેડૂત

દેશભરની ખેતી ભયંકર નાણાંકીય સંકટનીમાં આવી પડી છે. હરિયાળી ક્રાંતિનાં મંડાણ સાથે દેશનું અત્યંત સફળ કૃષિ ક્ષેત્ર અત્યારે પ્રતિકૂળતાઓ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યું છે. એ સર્વવદિત છે કે, કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે.

આવકમાં વૃદ્ધિ – ખેડૂત માટે બાંયધરીનો એકમાત્ર સ્રોત

author img

By

Published : Mar 17, 2020, 8:01 AM IST

ન્યૂઝ ડેસ્ક : દેશમાં વસનારા 130 કરોડ લોકો પૈકી આશરે 87 ટકા લોકો તેમની આજીવિકા માટે આ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. સ્વતંત્રતાના સમયગાળા સુધીમાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં કુલ સ્થાનિક ઉત્પાદનનો હિસ્સો 55 ટકા હતો, તે અત્યારે નીચો જઇને 13 ટકા પર પહોંચ્યો છે. આજે, દેશના 55 ટકા કરતાં વધુ ખેડૂત સમુદાયમાં નાની જમીન ધરાવનારા ખેડૂતોનો સમાવેશ થાય છે. આ નાના ખેડુતો દેશમાં ઉગાડવામાં આવતા કુલ ખાદ્યાન્નનો અડધા કરતાં વધુ જથ્થો પૂરો પાડે છે. કૃષિ ક્ષેત્ર ખાદ્ય સુરક્ષા, નિકાસ થકી વિદેશ સાથે વિનિમય દ્વારા આવક, ઉદ્યોગ માટે કાચી સામગ્રી પ્રાપ્ત કરવામાં, ગ્રામીણ અર્થતંત્ર વધારવામાં વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજે ખેતી ઉદ્યોગ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો છે, જેને કારણે નાના ખેડૂતનું જીવન દુષ્કર બન્યું છે. આવી આપત્તિ છતાં, કેન્દ્રની મોદી સરકાર 2022-23 સુધીમાં ખેડૂતની આવક બેવડી કરવાની યોજના ઘડી રહી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે કેન્દ્ર દ્વારા અશોક દલવાઇના નેતૃત્વ હેઠળ સ્થાપવામાં આવેલી સમિતિએ 7-પોઇન્ટની રણનીતિ ઘડી છે. 2015-16માં ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક રૂ. 96,703 નોંધાઇ હતી તથા સમિતિએ ખેડુત સમુદાય માટે સાનુકૂળ નીતિઓ રજૂ કરીને 2022-23 સુધીમાં તે વધારીને રૂ. 1,92,694 કરવાની યોજના ઘડી છે. અશોક દલવાઇની આગેવાની હેઠળની સમિતિએ સૂચવ્યું હતું કે, જો ખેડૂતની આવક બેવડી કરવાનો સૂચિત લક્ષ્યાંક સરકારે પાર પાડવો હોય, તો દર વર્ષે વૃદ્ધિનો સાતત્યપૂર્ણ દર ઓછામાં ઓછો 15 ટકા હોવો જોઇએ. આ સાબિત કરે છે કે, આગામી બે વર્ષ કેન્દ્ર માટે પડકારરૂપ બની રહેશે. દેશમાં છેલ્લાં ત્રણ વર્ષથી ઓછો વરસાદ સરકારના લક્ષ્યાંકની અપૂર્ણતાનો સૂચક બની રહ્યો છે. કેન્દ્રએ તેનાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તેના તાજેતરના બજેટમાં 16-પોઇન્ટ પ્લાનની જાહેરાત કરી છે. જોકે, તેમાંથી એક પણ પ્લાનમાં યોગ્ય અંદાજપત્રીય ભંડોળની ફાળવણી કરવામાં આવી નથી, કે જેથી તેમને હાંસલ કરવાની પ્રક્રિયામાં મદદ મળી રહે.

ફાળવણીમાં ઘટાડો

દરેક વ્યક્તિ વિચારતી હતી કે, આજના વિકટ સમયગાળામાં ખેતીકીય તેમજ ગ્રામીણ વિકાસનાં ક્ષેત્રોને ભૂતકાળની તુલનામાં બજેટમાં બહેતર ફાળવણી કરવામાં આવશે. તેમ છતાં, 2020-21નું અંદાજપત્ર આખું જુદું જ ચિત્ર લઇને આવ્યું. એવી આશા સેવાઇ રહી હતી કે, વર્તમાન બજેટમાં પીએમ કિસાન યોજના, મિનિમમ સપોર્ટ પ્રાઇસ વગેરે પ્રકારની સીધા લાભ પહોંચાડતી યોજનાઓ માટેના ભંડોળમાં વધારો કરવામાં આવશે, જેથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય. સમિતિએ સૂચવ્યું હતું કે, જો ખેડૂતોની આવક 2022 સુધીમાં બેવડી કરવી હોય, તો આ ક્ષેત્રે વધારાના રૂ. 6.4 લાખ કરોડના ભંડોળનો વપરાશ કરવો જરૂરી છે. પરંતુ, તાજેતરની અંદાજપત્ર ફાળવણીએ ભંડોળ વધારવાની જગ્યાએ તેમાં ઘટાડો કરતાં સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા!! ઉદાહરણ તરીકે, ખેતી અને તેના સંલગ્ન ક્ષેત્રો, જેમ કે સિંચાઇને માત્ર રૂ. 1.58 લાખ કરોડની જ ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે આ ફાળવણી રૂ. 1.52 લાખ કરોડ હતી, જે દર્શાવે છે કે, ફાળવણીમાં માત્ર રૂ. છ લાખ કરોડનો જ વધારો કરવામાં આવ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, આટલા નજીવા વધારા સાથે, ખેડૂતની આવક બેવડી કરવાની અપેક્ષા સેવી શકાય નહીં. જો ગ્રામીણ વિકાસ માટે ફાળાયેલું ભંડોળ ઉમેરવામાં આવે, તો તેનો કુલ સરવાળો રૂ. 2.83 લાખ કરોડ થાય છે, જે રૂ. 30.4 લાખ કરોડના કુલ અંદાજપત્રના આશરે 9.3 ટકા છે. તે 2019-20 માટે જાહેર કરાયેલા કુલ બજેટના આશરે 9.83 ટકા છે. તેનો અર્થ એ કે, કેન્દ્રએ ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે અંદાજપત્રીય ફાળવણીમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટેના ભંડોળમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે.

ગત નાણાંકીય વર્ષ દરમિયાન પીએમ કિસાન યોજનાને રૂ. 75,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં આશરે રૂ. 42,440 કરોડ જેટલું ભંડોળ જ 8.46 કરોડ પરિવારો પાછળ વાપરવામાં આવ્યું હતું. આ વખતે ફરીથી, બજેટ સત્ર દરમિયાન રૂ. 75,000 કરોડની સમાન રકમ ફાળવવામાં આવી છે!! દેશભરમાં આશરે 14.5 કરોડ ખેડૂતો છે. પ્રત્યેક ખેડૂતદીઠ રૂ. 6,000ના અંદાજ સાથે, આ વર્ષે રૂ. 87,000 કરોડ ફાળવવાની જરૂર છે. નાશ પામે તેવાં ઉત્પાદનોનું નુકસાન ખેડૂતોએ ઉઠાવવું ન પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોની વિનંતી પર કેન્દ્ર સરકાર 'બજાર દરમિયાનગીરી' યોજનાનો અમલ કરી રહી છે. આ ઉપરાંત ટેકાના ભાવની યોજના પણ છે. ગત વર્ષે, આ બંને યોજનાઓ માટે રૂ. 3,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, આ વર્ષે, રૂ. 1,000 કરોડના ઘાટાડા સાથે આ યોજનાઓને ફક્ત રૂ. 2,000 કરોડ ફાળવાયા છે. કઠોળ અને તેલીબિયાં ઉગાડનારા ખેડુતો માટે 2018માં રજૂ થયેલી પીએમ આશા યોજના માટેની જોગવાઇ પણ ઘટીને રૂ. 500 કરોડ થઇ ગઇ છે, જે ગરીબ ખેડૂતો પ્રત્યેની સરકારની નિષ્ઠાના પ્રમાણ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

આ ઉપરાંત, 2019માં પણ, વૃદ્ધ, સીમાંત અને નાના ખેડુતો માટેની પીએમ કિસાન ધન યોજના પર રૂ. 680 કરોડનો કાપ મૂકવામાં આવ્યો હતો. નવાઇભરી બાબત છે કે, દેશમાં આશરે દસ હજાર ખેડુત ઉત્પાદક કંપનીઓ સ્થાપવા માટે તથા તેમના વિકાસ માટે માત્ર રૂ. 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ કંપનીઓ માટે માત્ર રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી, તે નવાઇ ઉપજાવે તેવી બાબત છે. દેશમાં 2025 સુધીમાં દૂધ ઉત્પાદન બેવડું કરવાની યોજના છે. દૂધ ઉત્પાદનની બાબતમાં આંધ્ર પ્રદેશ દેશમાં મોખરે છે. દેશના આશરે એંશી લાખ પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાંથી મોટાભાગના પરિવારો ગરીબ છે. તેમ છતાં આ ક્ષેત્ર માટે ફક્ત રૂ. 60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પશુધનના આરોગ્ય સંભાળનો ખર્ચ અને તેમના માટે ચારાની વ્યવસ્થા એક ખર્ચાળ બાબત છે અને ફાળવવામાં આવેલી રકમ આવી ખરીદી માટે પૂરતી નથી. આ દર ઉપર દૂધનું ઉત્પાદન બેવડું કરવું લગભગ અશક્ય છે. ફર્ટિલાઇઝર્સ પર 11 ટકાના દરે અને રોજગારી બાંયધરી યોજના પર 15 ટકાના દરે ઘટાડો કરવામાં આવ્યો હતો.

ખેડૂતો પાસેથી અન્ન સંપાદનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ને કરવામાં આવેલી ફાળવણી પણ ઘટાડી દેવાઇ છે. ગત વર્ષે એફસીઆઇ માટે રૂ. 1,84,220 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, તે આ વર્ષે રૂ. 1,08,688 કરોડ સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. તેનો અર્થ એ કે, કથિત ભંડોળોની ફાળવણીમાં રૂ. 76,532 કરોડ ઘટાડી દેવાયા છે. એફસીઆઇ ખેડુતોના અનાજને ઊંચા ભાવે ખરીદશે નહીં, તેના કારણે ખેડુતો તેમનું અનાજ ખાનગી વેપારીઓ અને ચક્કીના માલિકોને નીચા ભાવે વેચવા મજબૂર બન્યા છે. બજાર કિંમતો સામાન્યપણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચી હોય છે, જેના પરિણામે ખેડુતો તેમની ઉપજ ભારે નુકસાન સાથે વેચી દે છે. કરોડો ગ્રામજનો તથા દાડિયા મજૂરો માટે નાણાંકીય સહાયનો મુખ્ય સ્રોત ગણાતી રોજગાર બાંયધરી યોજનાની જોગવાઇ રૂ. 71,000 કરોડથી ઘટાડીને રૂ. 61,500 કરોડ કરી દેવાઇ છે. ગત વર્ષે કોર્પોરેટ કંપનીઓને રૂ. 1.45 લાખ કરોડની કર માફીના સ્વરૂપમાં મોટો ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો અને તેમને વધુ રાહત આપીને આ વર્ષે 2014-15થી પડતર હોય તેવી માફીની રકમ વધારીને રૂ. 6.6 લાખ કરોડ કરી દેવાઇ છે. પરંતુ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે ખેડૂતોને માત્ર રૂ. 1.5 લાખ કરોડની લોન માફી આપવામાં આવી છે.

ભાવો ઉપર ભાર મૂકવામાં આવશે

ખેડૂતની લોનોની દેવા-માફી રાજ્ય અને કેન્દ્ર સ્તરે હાથ ધરાઇ રહી છે, તેમ છતાં ખેડુત સમુદાયની સ્થિતિમાં બિલકુલ સુધારો નોંધાયો નથી. સરકારે ખેતી-ક્ષેત્રની દુર્દશા પર ગંભીર રીતે ધઅયાન આપવાની જરૂર છે. ખેડુતો તેમની સમસ્યાઓનું નિવારણ લાવવાની માગ સાથે માર્ગો પર ઉતરી રહ્યા છે. ખેડુતોની આવક વધી રહી છે – તેનો અર્થ એ નથી કે તેમનું જીવન ધોરણ સુધર્યું છે. તેમની આવકના સ્રોતમાં સાતત્યપૂર્ણ સુધારો થવો જરૂરી છે. જ્યાં સુધી કોમોડિટી, ફર્ટિલાઇઝર્સ, જંતુનાશકો અને મજૂરીના દરો પણ વધતા રહેશે, ત્યાં સુધી બેવડી નાણાંકીય પ્રાપ્તિનો તેમને કોઇ લાભ મળશે નહીં. નાણાંકીય વધારો ખેડુતની જૃતે સમયની જરૂરિયાતને પહોંચી વળે તેવો હોવો જોઇએ. ખેડુતને તો પાક ઓછો ઉગે તો પણ અને અપેક્ષા કે જરૂરિયાત કરતાં વધુ ઉગે તો પણ – બંને બાજુ નુકસાન વેઠવું પડે છે.

પાક વધુ હોય ત્યારે બજારમાં કોમોડિટીનો પુરવઠો વધવાથી ઓછી માગ – ઊંચા પુરવઠાની સ્થિતિ પરિણમી શકે છે. સરળતાથી નાશ પામનારા પાક માટે આ જોખમ વધુ મોટું હોય છે. આવી સ્થિતિમાં ખેડુત પાસે તેની ઉપજ તળિયાના ભાવે વેચવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચતો નથી. દૂધ, ડુંગળી, ટામેટાં અને શાકભાજી આ શ્રેણીમાં આવે છે. કોલ્ડ વેરહાઉસ સ્થાપવાં એ તેનો ઉપાય છે. એરપ્લેન દ્વારા કાર્ગો પરિવહનની જોગવાઇ માલિકો માટે વધુ ઉપયોગી નીવડશે અને તેમના જલ્દી બગડતાં ઉત્પાદનોનું આયુષ્ય બચશે. ખેડુતો ઊંચા વ્યાજ દરે લોન માટે નાણાંકીય શાર્ક, વચેટિયા અને અન્ય ખાનગી નાણાં ધીરનારોનું શરણ ન લે, તેની કાળજી રાખવી જોઇએ. જો સરકાર દ્વારા તેમને ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે, તો ઉપરોક્ત સ્થિતિ ટાળી શકાય છે. એક તરફ, કેન્દ્ર સરકાર જણાવી રહી છે કે તે ખેડુતની આવક બેવડી કરવા માટે કામ કરી રહી છે, અને બીજી તરફ તેણે ‘ફસલ બીમા’ યોજનામાં પ્રિમીયમની ચૂકવણીનો પોતાનો હિસ્સો ઘટાડીને યોજના માટે ખેડુતે ચૂકવવાની પ્રિમીયમની રકમ વધારી દીધી છે. સરકારે હવે એ સમજવાની તાતી જરૂર છે કે, આવાં પગલાં ખેડુતને દેવાના ખાડામાં વધુ ઊંડો ઉતારશે અને તેને નાણાંકીય રીતે સ્વનિર્ભર બનાવવાની યોજના એક કદી ન પૂરું થનારૂં સ્વપ્ન બની રહેશે.

યોગ્ય પાકની પસંદગી કરવી જરૂરી

આપણા દેશનું વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ ઘણા પ્રકારના પાક માટે સાનુકૂળ છે. સાનુકૂળ પાકનું વાવેતર ખેડુત માટે ઘણું ઉપયોગી બની રહેશે. આ સંદર્ભમાં ખેડુતોને વિજ્ઞાનીઓની સલાહ મળી રહેવી જોઇએ. ભંડોળમાં કાપ મૂક્યા છતાં, કેન્દ્ર સરકારે ખેડુતની આવક વધારવા માટે અન્ય ઘણાં પગલાં ભર્યાં છે. 2014-19ના કાર્યકાળ દરમિયાન, 4.45 લાખ હેક્ટરના વિસ્તારની જમીનને 'સૂક્ષ્મ સિંચાઇ' હેઠળ આવરી લેવામાં આવી હતી. દેશભરની 585 મંડીને નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) દ્વારા એકછત્ર હેઠળ લાવવામાં આવી હતી. સ્થાનિક બજારો (ગ્રામીણ હાટ)ની સ્થાપના, ખેડુત સંગઠનોને સહાય પૂરી પાડવી, લઘુતમ ટેકાના ભાવમાં 50 ટકા વધારો કરવો, કઠોળ અને તેલીલિયાંનું એકત્રીકરણ બહોળું કરવું, ખેડુતો માટે ઉત્પાદનના ખર્ચમાં ઓછામાં ઓછા આઠથી દસ ટકાની બચત કરતા આશરે 22.07 કરોડ જમીન ગુણવત્તા રેકોર્ડ કાર્ડનું વિતરણ વગેરે ખેડુત સમુદાયના લાભ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાંઓનાં કેટલાંક ઉદાહરણો છે. સરકારે આ ઉપરાંત ઘણી યોજનાઓ રજૂ કરી હતી, જેમકે - ‘ફસલ બીમા’, જેમાં ખેડુત ઓછું પ્રિમીયમ ચૂકવે છે અને બાકીના પ્રિમીયમની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવે છે.

ખેતીકીય લોનોની મર્યાદા અને સંખ્યા વધારવી કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાનું ક્ષેત્ર વિસ્તારવું, અને તાજેતરમાં રજૂ થયેલી પીએમ કિસાન યોજના, જે હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજનાનો અમલ કરવામાં આવ્યો છે અને નાણાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ તમામ યોજનાઓનો હેતુ ખેડુતોને નાણાંકીય રીતે સ્વનિર્ભર બનાવવાનો છે.

કેથીરેડ્ડી કરૂણાનિધિ

(લેખક આંબેડકર યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ કોમર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.