લદ્દાખ: સીમા પર તણાવની વચ્ચે પૂર્વી લદાખ સેક્ટરમાં એલએસીની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગોળીબારીની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બંને પક્ષોની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વાતચીત ચાલી રહી છે. જેમાં પાંચ લેફ્ટેનન્ટ જનરલ લેવલની વાતચીત સામેલ છે. પરંતુ હજી સુધી કોઈ પરિણામ પ્રાપ્ત થયું નથી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદાખ સ્થિતિ પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ક્ષેત્ર પર કબજો કરવા માટે ચીન દ્વારા 29 ઓગષ્ટ અને 30 ઓગષ્ટના રોજ કરવામાં આવેલી અસફળ કોશિશ બાદ ફરી એક વખત તણાવ વધી ગયો છે. ભારત પેંગોંગ નદીના દક્ષિણમાં રણનીતિક રૂપથી ઉંચાઇવાળા સ્થાન પર સુરક્ષા વધારી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભારતીય અને ચીની સેનાઓ તણાવ ઘટાડવાના પ્રયાસમાં રવિવારે પૂર્વી લદ્દાખમાં બીજા તબક્કાની વાતચીત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે, ભારતીય સેનાએ અત્યાધિક ઉચ્ચ સ્તરની સતર્કતા વધારી દીધી છે. તે વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં મુકાબલો કરવામાં સક્ષમ છે.