મધ્યપ્રદેશઃ આ વાત મધ્યપ્રદેશના ખંડવાની છે, જ્યાં બે બહેનોની જાન કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબામાં મુકાયા હતા. આ પરિવારમાં વર્ષોથી દિકરીઓની જાન કાઢવાની અનોખી પરંપરા છે. જે દિકરીઓને દિકરાની સમાન રાખાવનો સંદેશ આપે છે. દિકરીઓની જાન સુધીની વિશેષતા ન અટકતા તેમના લગ્ન પણ સાવ નોખી રીતે કરવામાં આવી રહ્યાં છે. તેમના લગ્નની કંકોત્રી પણ એક સામાજિક ઉદ્દેશનની સાથે તૈયાર કરવામાં આવી છે. જેનો દેખાવ આધાર કાર્ડ જેવો છે.
આ અનોખી રીતના લગ્નની દુલ્હને કહ્યું કે, "તેમના પરિવારમાં વર્ષોથી આ પરંપરા ચાલે છે, જેમાં દિકરીઓને ઘોડા પર બેસાડીને તેની જાન કાઢવામાં આવે છે. આ પરંપરા લોકોને દીકરા-દીકરીને એક સમાન રાખવાનો સંદેશ આપે છે."