આ 'વાસણ બેંક' ઉભી કરવા પાછળનો હેતુ શહેરમાં કચરાના ઢગ્લા ઓછા કરવાનો છે. લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે આ બેંક ઉભી કરાઈ છે.
બેતુલ મહાનગરપાલિકાના પ્રમુખ અલ્કેશ આર્યા અને ચીફ ઓફિસર પ્રિયંકા સિંઘે કહ્યું હતું કે,' લોકો પ્લાસ્ટિક ડીશનો ઉપયોગ કરી ફેંકી દે છે. આ પગલા પછી લોકો તેમના પ્રસંગોમાં સ્ટીલની થાળી અને અન્ય ચીજવસ્તુઓનો ગમે તેટલીવાર ઉપયોગ કરી શકે છે.'
પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આ પ્રકારની 'બેંક' ભારતના દરેક શહેરમાં ખુલવી જોઈએ ! આ સેવા તદ્દન વિનામૂલ્યે અપાઈ રહી છે. નાગરિકો ડિપોઝીટ રૂપે નજીવી રકમ ચુકવે છે. જે તેમને પરત મળી જાય છે. મહત્ત્વની વાત એ છે કે, મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ વાસણ બેંક ઉભી કરવા તેમનો એક મહિનાનો પગાર સમર્પિત કર્યો છે. આ સાથે, લોકો પણ પોતાના તરફથી સો રૂપિયાની રકમ દાનમાં આપે છે. હાલમાં, વાસણ બેંકમાં કુલ ત્રણ હજાર પ્લેટો અને અન્ય કલ્ટરી વસ્તુઓ છે. જેનો ઉપયોગ શહેરીજનો કરી રહ્યા છે.
અધિકારીઓના મતે, આ પગલાથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી રહ્યા છે.