ETV Bharat / bharat

FB પર રાજકીય પ્રચારમાં 10 કરોડથી વધારે ખર્ચ, BJP સૌથી આગળ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક આવતી હોવાથી રાજકીય પાર્ટીઓએ જોરશોરમાં પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક પર રાજકીય પાર્ટીઓએ આ વર્ષના ફેબ્રુઆરી-માર્ચમાં લગભગ 10 કરોડ રુપીયાનો ખર્ચ કર્યો છે.

author img

By

Published : Apr 8, 2019, 9:47 AM IST

Updated : Apr 8, 2019, 9:52 AM IST

ફોટો

ફેસબુકની એડ લાઈબ્રેરી પ્રમાણે આ વર્ષે ફેબ્રુઆરી- માર્ચની વચ્ચે કુલ 51,810 રાજનૈતિક જાહેરાત આવી હતી. જેમાં ભાજપ અને તેમના સમર્થકોની મોટી ભૂમિકા હતી. આ જાહેરાતોનો કુલ ખર્ચ 10.32 કરોડ રુપીયા છે. જ્યારે ગયા અઠવાડિયા સુધી આ જાહેરાતની સંખ્યા 41,947 હતી અને ખર્ચ 8.58 કરોડ રુપીયા હતો.

રીપોર્ટ પ્રમાણએ ભાજપની મોટી મોટી યોજનાઓમાં આ ખર્ચ કરવામાં આવ્યો છે. જેમ કે, 'મન કી બાત' પેજની જાહેરાત, 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' અને 'નેશન વિથ નમો' જાહેરાતનો સમાવેશ થાય છે. આ સિવાય ભાજપ પાસે લગભગ 1,100 જાહેરાત હતી જેમાં 36.2 લાખ રુપીયાથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. જેની તુલનામાં કૉંગ્રેસના પેજમાં 410 જાહેરત હતી, જેનો ખર્ચ ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધીમાં 5.91 લાખ રુપીયા, જનતા દળે 8.56 લાખ રુપીયા, તેલુગુ દેશમ પાર્ટીએ 1.58 લાખ રુપીયા, અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ 58,355 રુપીયાનો ખર્ચ કર્યો છે.

ફેસબુકે કહ્યુ કે, સોશિયલ મીડિયા ભારતમાં ચૂંટણી પ્રક્રિયાની પહેલા રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા લાવે છે. આ પ્રક્રિયા લોકોને એવા લોકો વિશે માહિતી આપવા માટે છે, જે લોકો તેમના દ્વારા જોવામાં આવેલ જાહેરાતો માટે જવાબદાર છે.

અગાઉ જો દેશની ચૂંટણી પ્રક્રિયાને કોઈ પ્રભાવિત કરે તો, ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે સખત પગલાં લેવાની ચેતવણી આપી હતી. વિતેલા મહિનાઓમાં ફેસબુક, ટ્વિટર અને ગૂગલ સહિત ઘણા મીડિયા પ્લેયર્સે રાજકીય જાહેરાતોમાં વધુ પારદર્શિતા લાવવાનું વચન આપ્યું હતું.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 8, 2019, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.