અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે કામ કરી રહેલા 5 સભ્યો ઉપર વીજળી પડતા મોત થયાં હતાં. લાઠી તાલુકાના આંબરડી ગામે વાડી વિસ્તારમાં મગફળીના ખેતરમાં કામ કરી રહેલા બાળકથી લઇને મોટી ઉંમરના 5 લોકો ઉપર વીજળી પડી હતી. જેથી 5 ના મોત થતા તેમને 108 મારફતે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. સિંહાએ તમામ વ્યક્તિઓને મૃત જાહેર કર્યા છે. લાઠી સિવિલ હોસ્પિટલના અધિકારીએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે કાર્યવાહી કરી છે.
વીજળી પડતા 5ના મોત
મળતી વિગત મુજબ લાઠીના આંબરડી ગામે વીજળી પડતા મગફળીના ખેતરે ખેતમજૂરી કરી રહેલા દેવીપૂજક પરિવારના 4 બાળકો અને 1 યુવતી પર વીજળી પડતા મોત થયું હતું. જેમને તાત્કાલિક 108 મારફતે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો પૈકી 35 વર્ષીય ભારતીબેન, 18 વર્ષીય શિલ્પાબેન સાથળિયા, 18 વર્ષીય રુપાલીબેન, 5 વર્ષીય રિદ્ધિબેન, અને 5 વર્ષીય ભાઇ રાધેનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છે.
આ પણ વાંચો: