પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને નનકાના સાહેબ ખાતે હિંસા પરથી ધ્યાન ભટકાવવા માટે પોતાનો ટ્વીટર પર ભારત સંદર્ભે બાંગ્લાદેશનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ફેક હોવાનો ખુલાસો થતા તેમણે વીડિયો પોસ્ટ દુર કરી હતી.
મળતી માહિતી મુજબ નનકાના સાહેબ પર એક ટોળાએ હુમલો કર્યો હતો. નનકાના સાહેબના સ્થાનીક લોકોએ સિખ ભક્તો પર પથ્થરમારો કર્યો હતો.
પાક વડા પ્રધાન ઈમરાન ખાને એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જે સાથે તેમણે લખ્યું હતું કે, યુપીમાં પોલીસ મુસલમાનો પર અત્યાચાર કરી રહી છે. આ બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો જૂનો વીડિયો છે.
ઈમરાન ખાને ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતમાં પોલીસ હિંસાની પુષ્ટી કરવા 3 વીડિયો પોસ્ટ કર્યા. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, 'મોદીના વંશવાદ હેઠળ મુસ્લિમો પર હુમલો કરતી ભારતીય પોલીસ.'
ઈમરાને પોસ્ટ કરેલો વીડિયો ભારતનો નહીં પણ બાંગ્લાદેશનો હોવાનું સામે આવ્યું હતું.
ઈમરાનની પોલ ઉત્તર પ્રદેશ ખોલી હતી. પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી કે, આ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી. આ વીડિયો મે, 2013 ઢાકા, બાંગ્લાદેશનો છે. વીડિયોમાં ઈમરાને જે પોલીસના જવાનના ઉત્તર પ્રદેશના ગણાવ્યા હતા, તેમના ગણવેશ પર RAB લખ્યું છે. રેપિડ એક્શન બટાલિયન બાંગ્લાદેશ પોલીસનો આતંકવાદી સામે કામ કરે છે.