મંદિરના પંડિતે જણાવ્યુ કે, આ મંદિર અતિ પ્રાચીન છે. ઈલાના પુત્ર રાજા એલ ત્રેતા યુગના 12 લાખ 16 હજાર વર્ષ બાદ આ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો હતો. સૂર્ય મંદિરમાં ભગવાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રુપમાં સ્થાપિત છે.
પુરાણમાં ભગવાન સૂર્યના 12 નામ છે. મંદિરના પંડિતે જણાવ્યુ કે, રાજા એલ જન્મથી કુષ્ઠ રોગથી પીડિત હતા. આ મંદિરનાં સૂર્ય કુંડના કિચડનુમા પાણીથી આ બિમારીનું નિરાકરણ થયુ.
માન્યતા છે કે, આ મંદિરમાં વર્ષોથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. કાર્તિક મહીના દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.કાર્તિક છઠ નિમિતે અહીં દર્શન પૂજનની એક વિશિષ્ટ ધાર્મિક મહત્વ છે.
આ દરમિયાન અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ માટે પ્રશાસકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. ભક્તોને રહેવાની સુવિધા, મેડિકલ સુવિધા, પાર્કિંગ ઝોન, શૌચાલય જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.