ન્યૂઝ ડેસ્ક : અલબત્ત હાલ ડોક્ટરો આ રોગની સારવાર કરી રહ્યા છે, પરંતુ તે કુલ વસ્તીના ફક્ત 1 થી 10 ટકા સુધી જ મર્યાદિત રહી છે. કોરોના વાઇરસના પ્રકોપના પગલે સમસ્ત વિશ્વમાં, દેશોની અંદર, શહેરોની વચ્ચે અને હવે તો ઘરોની અંદર પણ તબીબી સારવાર ઉપરાંત લોકોની, માલ-સામાનની અને સેવાઓની તમામ પ્રકારની ગતિવિધિઓ અને પરિવહન થંભી ગયા છે. વિશ્વની 90 ટકા તંદુરસ્ત વસ્તીને હવે ઘરોમાં પૂરાઇ રહેવાનું કહેવામાં આવ્યું છે. આપણે આપણી જાતને એકલી અટુલી પાડી દઇને આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ? અને અહીં જ જાહેર આરોગ્ય ( કે જેમાં દર્દીઓ ઉપરાંત લોકો)ની વાત આવે છે.
જ્યારે કોઇ વ્યક્તિની તબિયત બગડે છે ત્યારે તે ડોક્ટરનો સંપર્ક કરે છે, પોતાનો ઉપચાર કરાવે છે, દવાઓ ખાય છે અને જેમ ડોક્ટરે સલાહ આપી છે તેમ જ સારવાર થાય તેની કાળજી લે છે. અને તેનું પરિણામ આવે છે કે તે વ્યક્તિ સાજી થઇ જાય છે. વ્યક્તિગત દર્દીની આ તબીબી મુસાફરીમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ જોડાય છે. જ્યારે બીજી બાજુ દર્દીની સારવાર કરવાથી તદ્દન વિપરિત ઘણા બધા લોકો માટે ઘણા બધા લોકો દ્વારા સુઆયોજિત રીતે જાહેર આરોગ્યની દરમ્યાનગીરીના પ્રયાસો કરવામાં આવે છે. લોકો શારીરિક, સામાજિક અને નાંણાકીય રીતે મજબૂત રહે તે સુનિશ્ચિત કરવા અને લોકોને બિમારીઓ અને ઇજાઓથી બચાવવાના આશયથી આ પ્રકારના પ્રયાસો થાય છે. જો કે તેમાં આરોગ્યની પ્રતિરોધક એવી સંખ્યાબંધ ઉંડી અને વિશાળ સમજની જરૂર છે.
કોરોના વાઇરસના કિસ્સામાં જાહેર આરોગ્યના પ્રયાસોમાં (એ) લોકોના વર્તનમાં ફેરફાર તરફ દોરી જાય એવી માહિતી અને જ્ઞાનના સ્વરૂપમાં જાગૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓનો (બી) શક્ય હોય એવી તમામ વ્યક્તિઓના હાથ ધોવા, શક્ય હોય એવા તમામ સ્થળોની સાફ-સફાઇ કરવી, સામાજિક અંતર રાખવું, લોકડાઉન દ્વારા લોકોની ગતિવિધિઓ અને ચહલ-પહલ ઉપર પ્રતિબંધ મૂકી ચેપનો ફેલાવાની શક્યતાઓને ઘટાડી નાંખવાની (સી) શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢી તેને એકટીઅટૂલી પાડી દેવી (ડી) ચેપગ્રસ્ત વ્યક્તિને કોરન્ટાઇન કરીને તેની સારવાર કરવી (ઇ) અસરગ્રસ્ત કે ચેપગ્રસ્ત પરિવારની સામાજિક અને નાણાંકીય તકલીફોને ઓછી કરવી જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રયાસો વ્યક્તિની ક્લિનિક કે હોસ્પિટલમાં થતી સારવાર ઉપરાંતના હોવા જોઇએ અને તે મેડિકલ ક્ષેત્રના ના હોય એવા લોકો ના સંગઠિત પ્રયાસો દ્વારા સમસ્ત સમાજ માટે થયેલા હોવા જોઇએ.
કોરોના વાઇરસ બહુ રસપ્રદ રીતે (એ) શહેરીકરણ અને સ્થળાંતરના સંદર્ભમાં વિકાસ અને વસ્તી સાથે (બી) મહારોગચાળાને અંકુશમાં લેવા અને અટકાવવા સંસાધનોની પુનઃફાળવણી કરવાના સંદર્ભમાં અતિસૂક્ષ્મ અર્થતંત્ર સાથે અને સારવાર અને ઉપચાર પાછળ થનારી નાણાંકીય અસરો અને આવકના નુકસાનના સંદર્ભમાં માઇક્રો ઇકોનોમિક્સની સાથે (સી) સામાજીકરણ અને સામાજિક અંતરના સંદર્ભમાં સામાજિક અને વર્તણૂક વિજ્ઞાન સાથે (ડી) મેડિકલ અને નોન-મેડિકલ સાધનોના પૂરવઠા અને વ્યૂહાત્મક મેનેજમેન્ટ સાથે (ઇ) આયોજિત પ્રતિભાવ અને રોગચાળા સંબંધી સારી રીતે આગાહી કરવાના સંદર્ભમાં આંકડાશાસ્ત્ર સાથે (એફ) કાયદો અને વ્યવસ્થા તથા વહિવટ સાથે અને (જી) આ રોગચાળાની આર્થિક અસરોને પહોંચી વળવા હયાત અને ઉભરતા સંસાધનોની સારી રીતે પુનઃફાળવણી થાય તે બાબત સાથે બહુ સારી રીતે સંકળાયેલો છે.
20મી સદીમાં એન્ટિબાયોટિક અને રસીએ જે કામ કર્યું હતું એવું જ કામ 21મી સદીમાં જાહેર આરોગ્યના પ્રયાસો દ્વારા થશે
મયુર ત્રિવેદી, એસોસિયેટ પ્રોફેસર, આઇઆઇપીએચ, ગાંધીનગર
આ અભિપ્રાય વ્યક્તિગત છે