ETV Bharat / bharat

યુરોપમાં અનૈતિક અને અતાર્કિક રીતે અપાતી સબસિડીઝ

author img

By

Published : Jan 17, 2020, 11:52 PM IST

બે વિનાશકારી વિશ્વ યુદ્ધનો સામનો કર્યા પછી 1962માં યુરોપના દેશો એક થયા હતા અને ખાદ્ય પદાર્થોમાં સ્વાવલંબન માટે મુખ્યત્વે સબસિડી દ્વારા ખેતીને સહાયરૂપ થવાની સમાન નીતિ નક્કી કરી હતી. સમાન કૃષિ નીતિ (કોમન એગ્રીકલ્ચરલ પોલીસી-CAP) તરીકે ઓળખાતી તે નીતિ ટૂંકા ગાળા માટેની હતી, પણ તે લાંબા ગાળા સુધી ચાલતી રહી હતી. 1980ના દાયકામાં યુરોપિયન યુનિયન (EU)નું બે તૃતિયાંશ બજેટ CAP માટે ફાળવાતું હતું. તે નીતિ હવે 2020માં પૂર્ણ થવાની છે. જોકે સબસિડીનો લાભ લઈ રહેલા (ખાસ કરીને મોટા ખેડૂતો) ઘણા તેને ચાલુ રાખવા માગે છે, પરંતુ બુદ્ધિજીવીઓ, પર્યાવરણવિદો, કરદાતા અને સામાજિક વિશ્લેષણો તેમાં મોટા પાયે સુધારાની માગણી કરી રહ્યા છે. સબસિડીના પ્રમાણમાં મોટો ઘટાડો કરવા માટેની માગણી થઈ રહી છે.

Europe
યુરોપમાં સબસિડી

  • કૃષિ નીતિની ટીકા

કૃષિમાં અપાતી EUની સબસિડી અયોગ્ય રીતે રક્ષણ આપનારી છે. EUની માત્ર 5.4% ટકા વસતિ ખેતીમાં કામ કરે છે અને કૃષિનો જીડીપીમાં ફાળો માત્ર (2005માં) માત્ર 1.6% ટકા હતો. યુરોપમાં દર વર્ષે 2% ટકાના દરે ખેડૂતો ઘટી રહ્યા છે. મોટા ભાગના યુરોપિયનો શહેરો, નગરોમાં વસે છે, ગ્રામીણ વસતિ ઘણી ઓછી થઈ ગઈ છે. EUની જીડીપીમાં કૃષિનો ફાળો 6% છે, જ્યારે તેના બજેટની લગભગ 40% સબસિડી તેના ફાળે જાય છે.
ટેટ એન્ડ લાઇલ, નેસ્લે જેવી 250 વિશાળ કંપનીઓ મોટા ભાગની સબસિડી ખાઈ જાય છે, જ્યારે નાના ખેડૂતોને ભાગ્યે જ કશું મળે છે.
EUમાં પશુપાલન ટકી શકે તેવું રહ્યું નથી, કેમ કે તેમાં જેને પ્રોફિટ કહેવામાં આવે છે, તેમાંથી 90% સબસિડીમાંથી જ આવે છે. CAPનો મુખ્ય ઉદ્દેશ દાયકાઓ સુધી ચાલેલા યુદ્ધ બાદ યુરોપમાં પૂરતું ખાદ્યાન્ન મળી રહે તે માટેનો હતો, પણ હવે એવું થઈ રહ્યું છે કે જંગી સબસિડી દ્વારા યુરોપ ખેડૂતોના પેટ ભરી રહ્યું છે.
2007-2008માં વિશ્વમાં ખાદ્યાન્નના ભાવોમાં કટોકટી સર્જાઈ તે પછી કૃષિ સબસિડી ઓછી કરવાની માગણી થઈ હતી, કેમ કે સબસિડીને કારણે જ ભાવો બહુ વધી ગયા હતા તેવું જણાયું હતું. વિકાસશીલ દેશો પર તેની અવળી અસર પડી હતી.
કુલ બજેટના 38% તરીકે યુરોપિયન કરદાતા દર વર્ષ €58 અબજ યુરો ખેડૂતોને ચૂકવે છે. EUની કુલ વસતિમાં ખેડૂતો માત્ર 3% છે, ત્યારે આટલી જંગી રકમ તેમની પાસે જાય તે આઘાતજનક છે. તેનાથી તે રક્ષણાત્મક અને બિનમુક્ત આર્થિક નીતિ લાગતી હોય તો કંઈ ખોટું પણ નથી.
યુરોપના નેતાઓ વિશ્વને એવું કહેતા રહેતા હોય છે કે સસ્તી આયાતો સામે ખેડૂતોને 'રક્ષણ' આપવું જરૂરી છે. ગ્રાહકોને સસ્તા ભાવે ખાદ્યાન્ન મળે તેની જાણે નેતાઓને પરવા જ નથી.
2003થી 2013 દરમિયાન યુરોપમાં 25%થી વધુ ખેડૂતો ઓછા થઈ ગયા છે. તેનું કારણ એ કે નાના ખેડૂતો બહાર થઈ રહ્યા છે અને વિશાળ કંપનીઓ વધારે જંગી બની રહી છે.
ડાયરેક્ટ પેમેન્ટ તરીકે અપાતી સબસિડીમાંથી 30%થી વધુ રકમ માત્ર 2% ટકાના હાથમાં જાય છે, જ્યારે 80% સબસિડી માત્ર 20% કૃષિ કંપનીઓના હાથમાં જાય છે. લાભ લેનારા આ ખેડૂતો પણ નથી હોતા અને તેમાં FTSE 250 હેઠળ નોંધાયેલી ટેટ એન્ડ લાયલ અને નેસ્લે જેવી કંપનીઓ હોય છે, જેમનો અબજો યુરોનો કારોબાર છે.

  • કૃષિ સબસિડીથી માલનો ભરાવો

ખેડૂતોને અપાતી EU સબસિડીને કારણે માલનો ભરાવો થયો છે. દૂધથી માંડીને ઘઉંનું ઉત્પાદન બહુ વધી ગયું છે, જેનું વેચાણ આફ્રિકાના દેશોમાં બહુ સસ્તા ભાવે થાય છે. સબસિડીના કારણે બહુ સસ્તા ભાવે તે આફ્રિકામાં વેચવામાં આવે ત્યારે આફ્રિકાનો ખેડૂત તેની સામે સ્પર્ધા કરી શકવાની સ્થિતિમાં હોતો નથી. તેના કારણે આ ખેડૂતો કંગાળ થઈ રહ્યા છે.
સરકારી યોજનાઓને કારણે સમસ્યા યુરોપ ઉપરાંત ન્યૂ ઝિલેન્ડ જેવા દેશોમાં પણ સમસ્યા ઊભી થઈ છે કૃષિ પેદાશો પર નભતા ન્યૂ ઝિલેન્ડમાં પણ કૃષિ આવકની 40% ટકા રકમ સબસિડીમાંથી આવે છે. અહીં પણ મોટા પાયે ઉત્પાદન થયું અને તેના કારણે 60 લાખ ઘેંટાનું કોઈ લેવાલ ના રહ્યું તેવી સ્થિતિ ઊભી થઈ છે
યુરોપિયન યુનિયનમાં કૃષિ સબસિડીને કારણે સત્તાધીશ લોકો શક્તિશાળી બન્યા છે અને 'કૃષિ માફિયા' પેદા થયા છે. યુરોપમાં વિશ્વની સૌથી વધુ 65 અબજ ડૉલરની સબસિડી આપવામાં આવે છે અને તેના પર જ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર નભે છે. શક્તિશાળી રાજકીય જૂથો અને સંગઠનોએ તેનો લાભ લીધો છે એવું ન્યૂ યોર્ક ટાઇમ્સે (4 નવે. 2019) લખ્યું હતું. કદાવર મલ્ટિનેશનલ કંપનીઓ જ સબસિડીથી તગડી થઈ છે.

  • પર્યાવરણ પર બૂરી અસર

અમર્યાદ સબસિડીને કારણે મોટી કૃષિ કંપનીઓ ખાતર, જંતુનાશક અને બીજા કેમિકલ્સનો બેફામ ઉપયોગ કરે છે. તેના કારણે જળ, ભૂમિ અને વાયુ પ્રદૂષિત થાય છે. સજીવો પર તેની ઘાતક અસરો થાય છે. પ્રદૂષણને કારણે મોત વધવા લાગ્યા તે પછી યુકે સરકારે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવી પડી હતી. ખેડૂતોને ઓછા ખાતર વાપરવાની સલાહ આપવામાં આવે છે, પણ તેનાથી સમસ્યા ઉકેલાવાની નથી.
2017માં EUના સાત દેશોમાં ખેતરોની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમના દેશમાં એમોનિયાનું સૌથી ઉત્સર્જન થતું હોવા છતાં અડધો અડધ (51%) એટલે કે 10.4 કરોડ યુરોપ સબસિડી તેમને મળી ગઈ હતી. ખાતરમાંથી નીકળતા એમોનિયાને કારણે નદી, તળાવો અને દરિયામાં લીલ જામી જાય છે અને વનસ્પતિ તથા જીવો ઓક્સિજનના અભાવે ગુંગળાવા લાગે છે.
પશુપાલન કરતાં 2,374 ખેતરોનું તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 1209ને 10.4 કરોડ યુરો જેટલી સબસિડી દર વર્ષે મળતી રહી છે.
બાલ્ટિક સમુદ્રમાં વધારાના નાઇટ્રોજન અને ફોસ્ફરસને કારણે થયેલું પ્રદૂષણ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. તેના કારણે પાણીમાં ઓક્સિજન ઘટે છે અને બાલ્ટિક સમુદ્રનો વિશાળ હિસ્સો મૃતપાય બની ગયો છે.

  • ગાયબ થઈ રહેલા પક્ષીઓ

સબસિડી પર આઘારિત આડેધડ ખેતીને કારણે પક્ષીઓ, પતંગિયા, જંતુઓ અને મઘમાખીઓનો વિનાશ થઈ રહ્યો છે. ખાતર અને જંતુનાશકોના વધુ ઉપયોગને કારણે જમીન બગડી જાય છે અને પ્રદૂષણને કારણે ઘણા પક્ષીઓને ભોજન મળતું નથી.
કૃષિ નીતિને કારણે વન્યસૃષ્ટિ પરના ખતરા વિશે EU અધિકારીઓ બે દાયકાથી જાણે જ છે. 2004માં વિજ્ઞાનીઓના બે અભ્યાસોમાં પક્ષીઓની ઘટતી વસતિ અને ખેતીમાં વૈવિધ્યના અભાવની આડઅસરો માટે કૃષિ સબસિડીને જવાબદાર ગણાવી હતી.
તે પછી પણ સંરક્ષણ માટેના પ્રયાસો કરાયા નથી. 2006માં મોટા ભાગના યુરોપના દેશોએ ભૂમિ સંરક્ષણ માટેનો ખરડો તૈયાર કર્યો હતો, જેથી વન્યસૃષ્ટિનું રક્ષણ થઈ શકે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોએ તે ખરડો પસાર થવા દીધો નહોતો.

  • નુકસાનકારક ઉત્સર્જન

યુરોપના ગ્રીનહાઉસ ગેસના 10 ટકા ઉત્સર્જન માટે કૃષિ જવાબદાર છે. નુકસાનકારક વાયુઓનું મોટું પ્રમાણ પશુધનમાંથી આવે છે. પશુઓ ચારો ખાધા પછી મિથેનનું ઉત્સર્જન કરે છે તેના કારણે હવામાનને અસર થાય છે. ખાતરોમાંથી નીકળતા નાઇટ્રોઅસ ઓક્સાઇડ અને સૂકાતા છાણમાંથી મિથેન અને એમોનિયા નીકળે છે. પશુપાલન માટે મળતી સબસિડીને કારણે આ સમસ્યા વકરી રહી છે.
ફ્રાન્સના બ્રિટનીના દરિયાકિનારે દર ઉનાળે મોટા પ્રમાણમાં શેવાળ આવે છે અને તે સડવા લાગે ત્યારે તેમાંથી સેકન્ડમાં જ ઘાતક થતો હાયડ્રોજન સલ્ફાઇડ ગેસ નીકળે છે. બ્રિટની પ્રદેશમાં જ ફ્રાન્સનું અડધાથી વધુ પોર્ક તૈયાર થાય છે અને 25 ટકા જેટલા દુધાળા ઢોર આવેલા છે. તેનું છાણ ખેતરોમાં નાખીને ઘઉં અને મકાઇ તૈયાર થાય છે તે માત્ર પશુચારા તરીકે જ વપરાય છે.
તેના કારણે બ્રિટની વિસ્તારમાં સૌથી વધુ નાઇટ્રોજન પેદા થાય છે. શેવાળ માટે નાઇટ્રોજન પોષણકારક છે. ખેતરોમાંથી નીકળતું દૂષિત પાણી દરિયામાં પહોંચે ત્યારે વધુ મોટા પ્રમાણમાં શેવાળ તૈયાર થાય છે. જોકે વર્ષો સુધી અધિકારીઓ કે ખેડૂતો એ સ્વીકારવા તૈયાર નહોતા કે કૃષિને કારણે દરિયાકિનારે શેવાળ વધી પડી છે.
યુરોપના પર્યાવરણ અધિકારીઓ કહે છે કે નાઇટ્રેટનું પ્રદૂષણ રોકવા માટે ખેડૂતોએ નવું રોકાણ કરવું પડશે અને ઉત્પાદન ઘટાડવું પડશે. ખેડૂતો પોતાની કમાણી ઓછી થાય તેવા નિયમો સ્વીકારવા તૈયાર નથી. યુરોપિયન એન્વીરનમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર બાલ્ટિક સમુદ્રને ફરીથી ચોખ્ખો કરવામાં 200 વર્ષ લાગી જશે.
ગયા વર્ષે પોલેન્ડ સરકારે સ્વીકાર્યું હતું કે સમગ્ર દેશ નાઇટ્રેટના જોખમી ઝોનમાં આવે છે અને એ પણ સ્વીકાર્યું હતું કે ખેતીને કારણે જળ દૂષિત થાય છે. ખેડૂતો કેટલું ખાતર અને ક્યારે વાપરી શકે તેના નવા નિયંત્રણો લદાયા છે. છાણ સૂકાઈ ના જાય ત્યાં સુધી તેને લીકપ્રૂફ ટાંકીઓમાં સ્ટોર કરવાનું ખેડૂતો માટે ફરજિયાત બનાવાયું છે.
આ નવી નીતિઓથી પશુપાલન કરતાં ખેડૂતો નાખુશ થયા છે. બ્રસેલ્સના અમલદારો પોતાની ખેતીમાં દખલ છે તેની નારાજી ખેડૂતોમાં છે.
કેમિકલ અને બીજા પદાર્થોને કારણે યુરોપની નદીઓ, તળાવો અને ઝરણાં મોટા પાયે પ્રદૂષિત થઈ ગયા છે, એમ એક સમગ્ર યુરોપમાં થયેલા અભ્યાસમાં જણાયું છે. 2010થી 2015 દરમિયાન યુરોપના 130,000 જળપ્રવાહો અને 160 નદીઓના સ્રાવક્ષેત્રોના અભ્યાસ પછી ખ્યાલ આવ્યો હતો કે તેમાંથી 40 નદી, તળાવો જૈવિક ધારાધોરણો પ્રમાણેની સ્થિતિમાં છે. માત્ર 38 જળાશયોમાં કેમિકલ પ્રદૂષણના ધોરણો જાળવી શકાયા હતા. ભૂગર્ભજળમાં હજી 74 ટકા સ્રોત કેમિકલ પ્રદૂષણથી મુક્ત હોવાનું જોવા મળ્યું હતું અને 89 ટકામાં જૈવિક ધોરણો જળવાયા છે.
ખેતરોમાંથી વહીને આવતા નાઇટ્રેટ પ્રાણીને કારણે જમીન પરના જળાશયોમાં પ્રદૂષણ થતું જોવા મળ્યું હતું. વધતી ખારાશ અને ઉદ્યોગોના જોખમી કચરાના નિકાલને કારણે તથા ખાણોમાં પણ દૂષિત પાણી જોવા મળ્યું હતું. સૌથી વધુ પ્રદૂષણ પારાનું જોવા મળ્યું હતું. ખાણકામ, કોલસો બાળવાને કારણે તથા બીજા ઉદ્યોગોને કારણે પારાનું પ્રદૂષણ થઈ રહ્યું છે.
મધ્ય યુરોપના જર્મની, ઝેક રિપબ્લિકન અને હંગેરી જેવા દેશોમાં 90 ટકા જળસ્રોત પ્રદૂષિત થયા છે અને સૌથી વધુ ખરાબ સ્થિતિ છે. સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશો સૌથી સારી સ્થિતિમાં છે. ઈંગ્લેન્ડમાં પણ મધ્ય યુરોપ જેવી જ કપરી સ્થિતિ છે, જ્યારે સ્કોટલેન્ડમાં હજી સ્વીડન-ફિનલેન્ડ જેવી સારી સ્થિતિ જળવાઈ રહી છે.

  • સબસિડીને કારણે વિકાશશીલ દેશોના ખેડૂતો મુશ્કેલીમાં

વિકસિત દેશોમાં ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, તેની અવળી અસર વિકાસશીલ દેશોના ખેડૂતો પર પડે છે તે જાણીતું છે. કૃષિ સબસિડીથી ભાવો ઘટે તેનાથી ગ્રાહકોને સારું લાગે, પણ તેના કારણે વિકાસશીલ દેશોના ખેડૂતો માટે સ્પર્ધા કરવાનું મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે કપાસ અને ખાંડમાં ખેડૂતો સ્પર્ધામાં ઊભા રહી શકે નહિ.
ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IFPRI)ના અંદાજ અનુસાર સબસિડીના કારણે 2003માં વિકાસશીલ દેશોએ 24 અબજ ડૉલરની કૃષિ આવક ગુમાવવી પડી હતી. 40 અબજ ડૉલર જેટલું નિકાસમાં પણ નુકસાન થયું હતું. આ અભ્યાસમાં જણાયું હતું તે પ્રમાણે ગરીબ દેશોમાં જીડીપીમાં કૃષિનું પ્રમાણ વધારે હોય છે, લગભગ 36.7% જેટલું, જેના કારણે આ કૃષિ સબસિડી તેમને વધારે નુકસાનકર્તા છે.
એવું કહેવાય છે કે વિકસિત દેશોની જંગી કૃષિ સબસિડીને કારણે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં સૌથી મોટો અવરોધ આવે છે. આ દેશોની આવક ઓછી થતાં આરોગ્ય, સ્વચ્છ પાણી અને વીજળી જેવી સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડી શકાતી નથી.
વિકાસ સહાય તરીકે જે રકમ પૂરી પાડવામાં આવે છે, તેના કરતાં ઘણી મોટી રકમ કૃષિ સબસિડી પાછળ વપરાય છે. આફ્રિકાની કૃષિ નિકાસમાં 1% જેટલો વધારો થાય તો પણ તેની જીડીપીને $70 અબજ ડૉલરનો ફાયદો થાય. આફ્રિકાના દેશોને કુલ વિદેશી સહાય આપવામાં આવે છે, તેનાથી આ પાંચ ગણી મોટી રકમ છે.
ઘણા વિકાસશીલ દેશોનો મોટા આધાર ખેતી હોય છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)ના જણાવ્યા અનુસાર વિશ્વના ગરીબ લોકોમાંથી 70% જેટલી વસતિનો આધાર ખેતી છે. તેવા સંજોગોમાં CAP હેઠળ મળતી સબસિડીને કારણે ગરીબ દેશોના ખેડૂતો પોતાના ઉત્પાદનોની નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં રહેતા નથી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશના દોહા રાઉન્ડમાં વૈશ્વિક વિકાસ માટેનો મુસદ્દો તૈયાર થયો હતો, પણ વિકસિત દેશોએ કૃષિ સબસિડી અટકાવવાની ના પાડી દીધી, તેના કારણે તે અટકી પડ્યો હતો.

- પરિતાલા પુરુષોત્તમ

Intro:Body:

blank

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.