ન્યૂઝડેસ્ક : જ્યારે વિશ્વભરના દેશો કૉવિડ-૧૯ મહામારી અને તેના આર્થિક અપ્રત્યક્ષ પરિણામો અને તમામ મોટાં અર્થતંત્રો ઝળૂંબતી મંદી સામે લડી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય આર્થિક ભંડોળ (આઈએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ સૌથી ખરાબ ભયની પુષ્ટિ એમ કહીને કરી છે કે કોરોના વાઇરસનો પડકાર 'બીજી કોઈ ન આવી હોય તેવી અભૂતપૂર્વ કોટકટી' છે જેની આર્થિક અસર 2008ની નાણાકીય કટોકટી કરતાં પણ ખૂબ જ ખરાબ રહેશે.
શુક્રવારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આયોજિત માધ્યમો સાથેની વાતચીતમાં જ્યૉર્જિવાએ કહ્યું કે આઈએમએફએ ૭૫ વર્ષમાં ન જોઈ હોય તેવી આ કટોકટી છે. "આ માનવતાનો સૌથી અંધકારમય સમય છે," તેમ તેમણે કહ્યું હતું. કટોકટીને પહોંચી વળવા આઈએેમએફે લીધેલાં આર્થિક પગલાંઓના ભાગ રૂપે જ્યૉર્જિવાએ માહિતી આપી હતી કે આઈએમએફએ દેશો માટે આપાતકાળ ભંડોળની પ્રાપ્યતા ૫૦ અબજ ડૉલરથી બમણી કરી 100 અબજ ડૉલર કરી છે.
કટોકટીના સ્તર પર પ્રકાશ ફેંકતા જ્યૉર્જિવાએ કહ્યું કે આપાતકાળ ભંડોળ માટે વિક્રમી સંખ્યામાં ૮૫ દેશોએ આઈએમએફનો સંપર્ક કર્યો છે. "અમારા દ્વારા ધીરાણની માગણી આકાશે આંબી ગઈ છે," તેમ તેમણે કહ્યું હતું.
જોકે જ્યૉર્જિવાએ સંકેત આપ્યો હતો કે આઈએમએફ વિકાસળી દેશો અને ઉભરતાં બજારો માટે સંસાધનોને પ્રાથમિકતા આપશે. "જે રીતે વાઇરસ જેમની પહેલેથી તબિયત ખરાબ છે તેવા નબળા લોકોને ખૂબ જ ખરાબ અસર કરે છે તેમ, આર્થિક કટોકટી નબળાં અર્થતંત્રોને ખૂબ જ ખરાબ અસર કરે છે."
"અમારી પાસે 1 ટ્રિલિયન ડૉલર યુદ્ધ માટેનું ભંડોળ છે અને આ ભયાવહ કટોકટીમાંથી અર્થતંત્રને રક્ષવા માટે જેટલું જરૂરી હોય તેટલું વાપરવાઅમે કટિબદ્ધ છીએ," તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે આઈએમએફના ગરીબમાં ગરીબ સભ્યો માટે દેવાના નિયમો પણ હળવા કરાય તેવી સંભાવના છે.
આ વાતચીતમાં, WHOના મહા નિર્દેશક ડૉ. ટેડ્રૉસ અધાનોમ ઘેબ્રેયેસસે વાઇરસ અને તેની આર્થિક અસર બંને સામે લડવા માટે પૂર્ણ ભંડોળવાળી આરોગ્ય પ્રણાલિ હોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઘેબ્રેયેસસે કેસ શોધવા, ટેસ્ટ કરવા, સંપર્કોને શોધવા, માહિતી એકઠી કરવા અને સંચાર અને માહિતી ઝુંબેશો જેવાં જન આરોગ્ય પગલાંઓ માટે પૂર્ણ ભંડોળ પૂરું પાડવા તમામ દેશોને અનુરોધ કર્યો હતો.
ઘેબ્રેયેસસે નોંધ્યું હતું કે વીમો, નાગરિકત્વ કે નિવાસી દરજ્જો હોય કે ન હોય પણ અનેક દેશો કોરોના વાઇરસ માટે ટેસ્ટિંગ અને સારવાર નિઃશુલ્ક પૂરાં પાડી રહ્યા છે. "અમે આ પગલાંઓને પ્રોત્સાહન આપીએ છીએ. આ અભૂતપૂર્વ કટોકટી છે જે અભૂતપૂર્વ પ્રતિસાદ માગે છ