નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) ટૂંક સમયમાં ગતિશીલ અસર આધારિત ચક્રવાત ચેતવણી પ્રણાલી રજૂ કરશે. ત્યારબાદ દર વર્ષે વાવાઝોડાને કારણે થતા જાન-માલનું નુકસાન ઘટાડવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની IMD જિલ્લાવાર ચેતવણી આપી શકશે.
હવામાન વિભાગ, NDRF અને દરિયાકાંઠાના રાજ્યો એક સમાન મંચ વિકસાવી રહ્યા છે
રિમોટ સેન્સિંગની ભારતીય સોસાયટી (ISRS) ના દિલ્હી ચેપ્ટરના વિશ્વ આંતરિક્ષ સાપ્તાહ સમારોહમાં ડાયરેક્ટર જનરલ ડો.મૃતુંજય મહાપત્રાએ કહ્યુ હતું કે વાવાઝોડાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિને થતાં નુકસાનને ઘટાડવા ગતિશીલ અસર આધારિત ચક્રવાત ચેતવણી પ્રણાલીનો આ સીઝમાં ઉપયોગ કરવામાં આવશે. વધુમાં કહ્યું હતુ કે વિશ્વભરના દેશો ચક્રવાતને કારણે થતા મૂળભૂત અને આર્થિક નુકસાનથી સામે લડી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી સિસ્ટમથી સ્થાનિક સ્તરે મળતી ચેતવણીઓ પૂર્વ તૈયારી કરવામાં મદદ કરશે.
મહાપત્રાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NDMA) વિભાગે નેશનલ સાયક્લોન હેઝાર્ડ મિટીગેશન પ્રોજેક્ટ (NCRMP) નામની યોજના શરૂ કરી છે. આમાં NDMA અને હવામાન વિભાગ અને દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સહયોગથી વેબ આધારિત ડાયનેમિક કમ્પોઝિટ રિસ્ક એટલાસ (વેબડીસીઆરએ) વિકસાવી રહ્યું છે. આ સામાન્ય પ્લેટફોર્મ ચક્રવાત સામે લડવામાં પણ મદદ કરશે.