ભુવનેશ્વર: બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આવી શકે છે અને બંગાળની ખાડી તરફ વળી જશે.
ઓરિસ્સામાં વાવઝોડાના સંભવિત જોખમને પહોંચી વળવાની તૈયારીના ભાગ રૂપે શુક્રવારે કાંઠાના 12 જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે. તે સાથે કલેક્ટરે લોકોને વૈકલ્પિક આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
ઓરિસ્સામાં રાહત કમિશનર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે, તેમણે મુખ્ય સચિવ અસિત ત્રિપાઠી સાથે વાવાઝોડાની પરિસ્થિતિ અને રાજ્ય પરની અસરની સમીક્ષા કરી હતી. ભારતના હવામાન ખાતા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આવી શકે છે અને બંગાળની ખાડી તરફ વળી જશે.
તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો એનડીઆરએફ અને ફાયર સહિતની અન્ય સેવાઓ તૈનાત કરવામાં આવશે. વિશેષ રાહત કમિશનરે જણાવ્યું કે, ઓરિસ્સા અગાઉ પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યો છે. આથી આ પરિસ્થિતિનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવશે.