શનિવારે સવારે પહેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પરેડનું નિરીક્ષણ કર્યુ હતું, ત્યારબાદ પરેડની સલામી કરી હતી. આ પરેડ સમયે હેલીકોપ્ટરમાંથી ફુલ વરસા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં કેડેટ વિનય વિલાસ ગર્ગને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. જ્યારે વિકેન્દ્ર સિંહને સિલ્વર મેડલ અને ઘુર્વ કેહલાને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તકે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ તમામ કેડેટને સંબોધન પણ કર્યુ હતું.
IMA પાસિંગ આઉટ પરેડમાં કુલ 377 જેન્ટલમેન કેડેટ પાસ થઇને સેનામાં અધિકારી બનશે. જેમાંથી 306 કેડેટ્સ ભારતીય સેનામાં સામેલ થશે. જ્યારે પાડોશી દેશના 71 કેડેટ્સ પાસિંગ આઉટ પરેડ બાદ પોતાના દેશની કમાન સંભાળશે.
પાસિંગ આઉટસ પરેડમાં આ વખતે ઉતરાખંડ રાજ્યના 19 યુવા જેન્ટલમેન કેડેટ પાસ થઇને ભારતીય સેનામાં ઓફિસર તરીકે ફરજ બજાવશે. આ વખતની પાસિંગ પરેડમાં સૌથી વધારે સૈનિક ઓફિસર ઉતરપ્રદેશથી નિકળશે. ઉતરપ્રદેશના 56 કેડેટ પાસ થઇને સેનામાં અધિકારી બનશે.
પાડોશી દેશના પાસ થનારા કેડેટ્સની સંખ્યામાં સૌથી વધારે અફધાનિસ્તાનના છે. જેના 47 કેડેટ્સ પાસ થશે. બીજા નંબર પર ભૂટાન હશે જેના 12 કેડેટ્સ પાસ થઇ અને પોતાના દેશની સેવામાં સામેલ થશે.
આ સમગ્ર કાર્યક્રમને ધ્યાને રાખતા દેહરાદુન શહેરના માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ IMA ની આસપાસના વિસ્તારને ઝીરો ઝોન જાહેર કર્યો છે.