નવી દિલ્હીઃ ભારતીય તબીબી મંડળે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, તબીબ કર્મચારીઓ પર ડ્યુટી દરમિયાન થતી હિંસાને રોકવા માટે કાયદો બનાવવમાં આવે. દેશના વિભિન્ન હિસ્સાઓમાં કોરોના વાઈસના સંક્રમણ સામે લડી રેહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલાની માહિતીની વચ્ચે IMAએ આ માગ કરી છે.
વ્યાપક સ્તર પર વ્હાઇટ એલર્ટનું આહ્વાન કરતા IMAએ દેશના ડૉકટર્સ અને હોસ્પિટલોને કહ્યું કે, તે આ રીતે હુમલા સામે વિરોધ કરતા પોત-પોતાના સ્થાને મીણબત્તી સળગાવે. IMAના ડૉકટર્સ અને હોસ્પિટલોને સંબોધિત કરતા લખેલા પત્રમાં કહ્યું કે, 'સફેદ કોટની સાથે મીણબત્તી સળગાવો. વ્હાઇટ એલર્ટ માત્ર માહિતગાર કરવા માટે જ છે.'
IMAએ કહ્યું કે, 'કોવિડ-19એ હિંસા અને દૂરવ્યવહારને લઇને ચિકિત્સાકર્મીઓને જાગૃત કર્યા છે. સામાજિક બહિષ્કાર દરેક જગ્યાએ છે. પ્રશાસન દ્વારા પરેશાન કરવા પર કંઇ નહીં પરંતુ સત્તા દ્વારા કરવામાં આવેલી હિંસાઓ મહત્વની છે.'
ડૉકટરોના આ સમુહે કહ્યું કે, જો સરકાર આના પર કોઇ પગલા ન લે તો તે 23 એપ્રિલને 'કાળા દિવસ તરીકે ઉજવશે.'