રાઉતે વધુમાં જણાવ્યું કે, 'જે કોઈ સાવરકરને ભારતારત્ન આપવાનો વિરોધ કરે છે, તે કોઈપણ પક્ષનો, કોઈ પણ વિચારધારાનો હોય, તે બધાને બે-બે દિવસ અંદમાનની એ જ અંધાર કોટડીમાં રાખવા જોઈએ, ત્યારે જ તે લોકો સમજી શકશે કે વીર સાવરકરે દેશ માટે શું બલિદાન આપ્યું છે, શું સંઘર્ષ કર્યું છે'.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે, સાવરકરની અંગ્રેજો સામે માફી માંગવાની વાતને અજાણી ન કરી શકાય, અને જો મોદી સરકાર તેમને ભારત રત્ન આપે છે તો પાર્ટી તેનો વિરોધ કરશે."