શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે પુલવામામાં કારમાંથી IED મળી આવવાના કિસ્સામાં કારના માલિકની ઓળખ કરી છે. કારના માલિકની ઓળખ શોપિયામાં રહેતા હિદાયતુલ્લાહ મલિક તરીકે થઈ છે. હિદાતુલ્લાહ ગયા વર્ષે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલ હતો.
ઉલ્લેખનીય છે કે, જમ્મુના પુલવામામાં ગુરુવારે સેન્ટ્રો કારમાં ઇમ્પ્રુવાઈઝ્ડ વિસ્ફોટક ડિવાઇસ (IED) મૂકીને સુરક્ષા દળો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સૈન્યને આ હુમલા અંગે માહિતી મળી ચૂકી હતી. સમય જતાં આ કારની સેના દ્વારા ઓળખ કરવામાં આવી હતી અને બોમ્બ નિકાલની ટુકડી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ગાડી ચલાવતા આતંકી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કાશ્મીર પોલીસે નોંધાયેલી કારને ટ્રેક કરી હતી. ત્યારે કાર કઠુઆમાં નોંધાઈ હોવાનું સામે આવ્યુ હતું.
આ કેસની તપાસ એનઆઈએને સોપવામાં આવી છે