પુલવામામાં કરેલા આ હુમલામાં સેનાના 9 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી 3 જવાનની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ હુમલો ત્યારે થયો જ્યારે સેનાના જવાન ગાડી લઈ અહીંથી પસાર થઈ રહ્યા હતાં. આ હુમલો એટલો ભયંકર હતો કે, સેનાની ગાડીનો કચ્ચરઘાણ બોલાવી દીધી હતી.
આપને જણાવી દઈએ કે, અગાઉ પણ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલો થયો હતો જ્યાં 40 કરતા પણ વધારે સેનાના જવાનો શહિદ થયા હતાં. ત્યાર બાદ ફરી એક વાર આવો હુમલો કરવાની ફિરાક હોય જેને લઈ આજે આ વિસ્તારમાં બ્લાસ્ટ કર્યો છે.