ETV Bharat / bharat

WHOના 'એકતા પરીક્ષણ' કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલને મંજૂરી, અમદાવાદની સિવિલ હોસ્પિટલ સામેલ - કોરોના વાઈરસ ન્યૂઝ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાઈરસનો અસરકારક ઉપાય શોધવા માટે શરૂ કરાયેલા એકતા પરીક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે અત્યાર સુધીમાં નવ હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

Etv Bharat
ICMR
author img

By

Published : May 14, 2020, 7:33 PM IST

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાઈરસનો અસરકારક ઉપાય શોધવા માટે શરૂ કરાયેલા એકતા પરીક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે અત્યાર સુધીમાં નવ હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ બુધવારે આ માહિતી આપી છે. પરીક્ષણ માટે પસંદ કરાયેલી હોસ્પિટલમાં સારવારના ચાર પ્રોટોકોલ્સ રેમડેસિવીર (લોપિનાવીર અને રીટોનાવીરનું સંયોજન), હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને લોપીનાવીર અને રીટોનાવીરનું ઇંટરફેરોન બીટા-1 સાથે મૂલ્યાંકન કરવામાં આવશે. આ હોસ્પિટલોમાં જોધપુર એઇમ્સ, ચેન્નઇની એપોલો હોસ્પિટલ, બીજે મેડિકલ કોલેજ અને અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અને ભોપાલની વિવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સામેલ છે.

આઇસીએમઆર-નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મહામારી વિભાગના વડા શીલા ગોડબોલેએ જણાવ્યું હતું કે, આવશ્યક નિયમનકારી અને પરવાનગી પહેલેથી જ આપવામાં આવી છે, કોરોનાના દર્દીઓની ભરતી સાથે જ પરિક્ષણ શરૂ કરવામાં આવશે.

અત્યાર સુધી નવ હોસ્પિટલને પરિક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે.

ગોડબોલે ભારતમાં 'એકતા પરીક્ષણ' કાર્યક્રમ WHOના રાષ્ટ્રીય સંયોજક પણ છે. આ એક વૈશ્વિક ક્લિનિકલ ટ્રાયલ પ્રોગ્રામ છે. જે અંતર્ગત આ ચાર સારવાર વિકલ્પોની અસરકારકતાની તુલના કોરોના વાઈરસની સારવારના ઉપચારના ધોરણો સાથે કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.