મળતી માહીતી મુજબ જોઈએ તો, પોતાની સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો જ્યારે સાસંદ પ્રજ્ઞા ઠાકુર પાસે પહોંચ્યા ત્યારે સાંસદે કહ્યું હતું કે, હું કાંઈ શૌચાલય સાફ કરાવા માટે સાંસદ નથી બની. તેમણે વધુમાં કહ્યું કે મને જે કામ માટે સાંસદ બનાવામાં આવી છે, તે હું ઈમાનદારીથી કરીશ.
અહીં ઉલ્લેખનીય છે કે, જ્યાં અક બાજુ વડાપ્રધાન મોદી સ્વચ્છતાને લઈ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યાં તેમના સાંસદ સ્વચ્છતાને લઈ આવા નિવેદનનો આપી રહ્યા છે.