ઉલ્લેખનીય છે કે, PM મોદી ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની સમીક્ષા બેઠક કરવા ઈચ્છે છે. તેમણે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સાથે બેઠક કરી હતી. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ PM મોદીની સાથે મુલાકાત કરવાની ના પાડી હતી.
મીડિયા રિપોર્ટસમાં PMના બંગાળમાં ફોન ન કરવાની વાત પ્રસારિત કરવામાં આવી હતી. બાદમાં PMOએ નિવેદન જાહેર કરીને આ વાતનું ખંડન કર્યું હતું. અગાઉ PM મોદીએ ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યમાં ઓડિશામાં હવાઈ નિરીક્ષણ કરી મદદ માટે ફંડ આપ્યું હતું.
ભારત સરકારના સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકારે બંગાળ સરકારને પ્રસ્તાવ આપ્યો હતો કે, PM મોદી ઓડિશા બાદ બંગાળમાં સમીક્ષા બેઠક કરવા માંગે છે. તેના જવાબમાં બંગાળ સરકારે કહ્યું કે, અત્યારે બેઠક ન થઈ શકે, કારણ કે રાજ્યના બધા અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે.
નોંધનીય છે કે, ફાની વાવાઝોડાના સંદર્ભમાં PMO તરફથી મમતા બેનર્જીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ મમતા સાથે વાત ન થઈ શકી. પરંતુ TMCનું કહેવું છે કે, PMO થી કોઈ ફોન નથી આવ્યો.