નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે ટ્વિટ કરી કહ્યું કે, 'હું NCP માં જ છું અને હું હંમેશા પાર્ટી સાથે જ રહીશ. મારા નેતા શરદ પવાર જ રહેશે.' આ સાથે જ નાયબ મુખ્યપ્રધાને મહારાષ્ટ્રમાં NCP અને ભાજપ ગઠબંધનની સરકાર બનાવવાની વાત પર ભાર મુક્યો છે.
અજીત પવારે વધુમાં જણાવ્યું, મહારાષ્ટ્રમાં NCP અને BJP ના ગઠબંધનવાળી 5 વર્ષ માટેની સ્થિર સરકાર બનશે. આ સાથે જ બંને પાર્ટીઓ સાથે મળીને રાજ્યના વિકાસ અને ઉજ્વળ ભવિષ્ય માટે કામ કરશે.
નોંધનીય છે કે, અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા બાદ પોતના ટ્વિટર હેન્ડલ પર ડેપ્યુટી સીએમ લખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, NCP અધ્યક્ષ શરદ પવારે અજીત પવારને જવાબ આપતા ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી.