નવી દિલ્હી : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બાબર વિધાનસભામાં ચૂંટણી જનસભાને સંબોધિત કર્યુ હતું. આ તકે ગોપાલ રાય, પંજાબના ધારાસભ્ય બલજિંદર કોર અને સીલમપુરના પૂર્વ ધારાસભ્ય હાજી ઇશકાર ખાન ઉપસ્થિત હતાં. કાર્યક્રમની શરૂઆત સંસ્કૃતિ કાર્યક્રમથી થઇ હતી. જે બાદ બલજિંદરે કહ્યું કે, ક્યારે પંજાબ વિકાસની બાબતે દિલ્હીથી આગળ હતું. આજે દિલ્હી પંજાબથી ખુબ આગળ છે,જે નો શ્રેય અરવિંદ કેજરીવાલને જાય છે.
જનસભાને સંબોધિત કરતા ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હીમાં જે પણ વિકાસ થયો છે તેનો શ્રેય કેજરીવાલને જાય છે. શ્રવણ કુમાર બનીને વૃદ્ધોને તીર્થ યાત્રા કરવાનાર ફક્ત કેજરીવાલ છે. વધુમાં કહ્યું કે,અમિત શાહે કેજરીવાલ વિશે જે કહ્યું છે તે ઠીક નથી. જો કેજરીવાલ ઉગ્રવાદી છે, આતંકવાદી છે તો દિલ્હીનો દરેક બાળક આતંકવાદી છે. દિલ્હીની જનતા આવનારી 8 તારીખે જવાબ આપશે. જે રીતે કોંગ્રેસને નીચે લાવ્યા હતા તે જ રીતે ભાજપ પણ ઝીરો થઇ જશે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હજુ ધણુ કામ બાકી છે. જેમાં દિલ્હીની સફાઇ, યમુનાની સ્વચ્છતા અને પ્રદુષણને ખત્મ કરવા જેવા કાર્યોને પ્રાથમિકતા આપી છે. ગૃહપ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કેજરીવાલે કહ્યું કે, "મને જે લોકો આતંકી કહી રહ્યા છે તેમને હું જણાવી દઉ કે હું કટ્ટર દેશભક્ત છું."