ETV Bharat / bharat

હાઇડ્રોક્સીક્લૉરોક્વિનઃ આશાનું કિરણ! - હાઇડ્રોક્સીક્લૉરોક્વિન

મેલેરિયા વિરોધી સૌથી સારી દવા મનાતી હાઇડ્રોક્સીક્લૉરોક્વિન હવે COVID-19ની સારવારમાં પણ ઉપયોગી મનાઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ ભારતને કહ્યું હતું કે આ ટિકડીઓ તેમને મોકલવામાં આવે. ભારત આજે HCQ દવાના નિકાસમાં અવ્વલ સ્થાને પહોંચ્યું છે તેની પાછળ એક માણસની સફળતાનો ઇતિહાસ પણ છે. ભારતમાં રસાયણશાસ્ત્રીના પિતા તરીકે ઓળખાતા આચાર્ય પ્રફુલ્લ રાયે અનેક ક્ષેત્રમાં પ્રદાન આપ્યું હતું.

a
હાઇડ્રોક્સીક્લૉરોક્વિનઃ આશાનું કિરણ!
author img

By

Published : Apr 15, 2020, 9:05 PM IST

પ્રફુલ્લ રાયનો જન્મ 2 ઑગસ્ટ 1861માં બંગાળ પ્રાંતમાં રારુલી-કટિપરામાં થયો હતો. 1887માં તેમને એડિનબરા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ સાયન્સની ડિગ્રી મળી હતી. 1892 સુધી તેઓ પ્રેસિડન્સી કૉલેજમાં અધ્યાપન કરતા રહ્યા હતા. બાદમાં માત્ર 700 રૂપિયા સાથે બેંગાલ કેમિકલ વર્ક્સની સ્થાપના કરી હતી. આ કંપની હેઠળ તેમણે અનેક દવાઓ તૈયાર કરી. 1901માં તેમણે બે લાખ રૂપિયાના મૂડીરોકાણ સાથે બેંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સ પ્રા. લિ.ની કંપનીની સ્થાપના કરી.

આ કંપનીએ મેલેરિયા સામેની દવાઓ ખાસ કરીને HCQનું મોટા પાયે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પહેલાં જ આ ઉત્પાદન અટક્યું હતું. રસાયણોનું ઊંડું જ્ઞાન ધરાવતા રાયે નફાની જરાય પરવા કર્યા વિના અનેક દવાઓ તૈયાર કરી હતી. 1902માં તેમણે હિસ્ટ્રી ઑફ હિન્દુ કેમિસ્ટ્રી એવું પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. ઘણા વૈજ્ઞાનિક જર્નલોમાં તેમના લેખો અને અભ્યાસો પ્રગટ થતા રહેતા હતા. 16 જૂન 1944માં તેમનું અવસાન થયું હતું.

COVID-19ના ચેપના ડરને કારણે દુનિયાભરમાં લોકો આજે વારંવાર હાથ ધોતા થઈ ગયા છે. સાબુ અને સેનેટાઇઝરથી હાથની સ્વચ્છતાનો ઉપાય કરતા થયા છે. શું તમે જાણો છો કે હાથ ધોવાના કારણે ચેપ લાગવાની શક્યતા ઘટી જશે એવું કહેનારા પ્રથમ હતા ડૉ. ઇગ્નાઝ ફિલિપ? તેઓ હંગેરીના તબીબ અને વિજ્ઞાની હતા અને વિએના જનરલ હૉસ્પિટલમાં કામ કરતા હતા.

આ હૉસ્પિટલમાં બે મેટરનિટી વૉર્ડ્ઝ હતા. એકમાં પુરુષ તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ કામ કરતાં હતા, જ્યારે બીજામાં જૂની પદ્ધતિ પ્રમાણે દાયણો કામ કરતી હતી. પ્રસૂતિ વખતે જ માતાના મોતનું પ્રમાણ ઊચું હતું અને પુરુષ તબીબોના વૉર્ડમાં જ પ્રસૂતાનું મોત રહસ્યમય તાવને કારણે થતું હતું.

ડૉ. ઇન્ગાઝ પ્રસૂતાના મોતનું કારણ શોધવા માટે મથામણ કરતા રહ્યા. તેમણે જોયું કે બંને વૉર્ડઝમાં કામ કરવાની પદ્ધતિ સરખી છે, પણ પુરુષ તબીબોએ પોસ્ટમોર્ટમ કરવાનું કામ પણ કરવાનું રહેતું હતું. પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના કપડાં પર લોહીના દાધ રહી જતા હતા. તે પછી તેઓ પ્રસૂતિ કરાવવાનું કામ પણ કરતા હતા. તેઓ પોતાના હાથને જંતુમુક્ત કર્યા વિના જ મેટરનિટી વૉર્ડમાં કામ કરતા હતા.

દાયણોએ પોસ્ટમોર્ટમનું કામ કરવાનું થતું નહોતું. તેથી તેમના હાથ ગંદા થવાનો સવાલ રહેતો નહોતો અને તેમના વૉર્ડમાં પ્રસૂતાઓને ચેપ લાગવાનું પણ ઓછું થતું હતું. ડૉ. ઇગ્નાઝે ગંભીરતાથી વિચાર કરીને નક્કી કર્યું કે સ્વચ્છતા જરૂરી છે. તેમણે નિયમ બનાવ્યો કે પોસ્ટમોર્ટમ કર્યા પછી તબીબોએ જંતુમુક્ત પ્રવાહીથી પોતાના હાથ અને સાધનો સાફ કરવા. ક્લોરીનના સોલ્યુશનમાં તેઓ હાથ અને સાધનોને સાફ કરાવતા હતા.

સ્વચ્છતા અને હાથ ધોવાના નિયમોનું કડક રીતે પાલન કરાવ્યા પછી ફરક દેખાયો. પુરુષ તબીબોના વૉર્ડમાં પણ પ્રસૂતાના મોતનું પ્રમાણે ઘટવા લાગ્યું. આ રીતે હાથ ધોવાના કારણે ચેપની શક્યતા ઘટી જાય છે તેનો ખ્યાલ આવ્યો અને સેનિટાઇઝરનો ઉપયોગ વધવા લાગ્યો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.