હૈદરાબાદ ઘટનામાં સાઇબરબાદના પોલીસ કમિશ્નર વીસી સજજનરે વેટનરી ડોક્ટરનું નામ બદલીને 'જસ્ટિસ ફોર દિશા' કર્યું છે. સીપીએ કહ્યું કે, સોશયલ મીડિયામાં પીડિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવવો ન જોઈએ.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ, આરોપીની ધરપકડ
સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરએ કહ્યું કે પીડિતાના નામને 'જસ્ટિસ ફોર દિશા' કહેવામાં આવવું જોઇએ. પીડિતાએ નામ બદલીને લઇને તેમના ઘરના લોકો પણ સહમત થયા છે.
આ પણ વાંચોઃ બેટી બચાવો: રાજસ્થાનમાં 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળુ કાપી નાખ્યું
આ સંબંધમાં સીપીએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં પીડિતાના નામનો ઉલ્લેખ કોઈ પણ રીતે કરી શકાય નહી. તેમને દિશા માટે ન્યાયનો આગ્રહ કર્યો છે.
અહીં મહત્વનું છે કે, હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટરની ગુરૂવારના સવારે શમશાબાદ વિસ્તામાં સળગાવેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા ડૉક્ટર સાથે ગૈંગરેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને સળગાવીને તેની હત્યા કરવામાં આવી હતી.