લખનઉઃ ઉન્નાવ સ્થિત લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ અને પત્નીનું મોત થયું છે, જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે.
હરિયાણાથી ઓટો રિક્ષામાં સવાર થઇને લખનઉ તરફ આ દપંતિ પોતાના બાળક સાથે જઇ રહ્યું હતું, ત્યારે રીક્ષામાં પેટ્રોલ નાખતા સમયે પાછળથી લેડરે ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પતિ અને પત્નીનું મોત થયું હતું, જ્યારે પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો.
આ દુર્ઘટના બાદ બાંગરમઉ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.