મહારાષ્ટ્રઃ આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સેંકડો પરપ્રાંતિય કામદારો ફરીથી ઘરે જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. માહિતી મળતા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઔરંગાબાદ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોએ દેખાવો કર્યા હતા. બંને જગ્યાએ વહીવટી તંત્રે કામદારોને સમજાવ્યા અને તેઓને ઘરે પરત મોકલી દીધા હતા.
આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાની છે. કામદારોની માંગ છે કે, તેઓને તેમના ઘરે મોકલવામાં આવે. એક પરપ્રાંતિય કામદારે જણાવ્યું કે, 15 દિવસથી તેમના માટે રાશનની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. તેના માલિકે પગાર આપ્યો છે, પરંતુ આ સાથે કહ્યું છે કે, હવે અમે તમારી મદદ નહીં કરી શકીએ.
જિલ્લા અધિકારીએ કામદારોને ખાતરી આપી હતી કે, તેઓને તેમના ઘરે મોકલવામાં આવશે. છેલ્લા 3 દિવસમાં 3 શ્રમિક વિશેષ ટ્રેન કોલ્હાપુરથી ઉત્તર ભારત જવા રવાના થઈ છે, અત્યારસુધી 4 હજાર લોકો તેમના ઘરે પહોંચી ગયા છે.