નવી દિલ્હી: કોરોના રોગચાળાને લીધે દેશમાં સામાજિક અને આર્થિક જીવનને ભારે અસર પડી રહી છે, ત્યારે કોરોનાને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ અસર થઈ છે. આ જ કારણ છે કે દેશમાં ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે, દેશમાં એવા ઘણા ગામો છે, જ્યાં ઇન્ટરનેટની સારી સુવિધાઓ ઉપલબ્ધ નથી, જ્યાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન કે જરૂરી સાધનો પણ નથી, જે ઓનલાઇન શિક્ષણમાં અડચણરૂપ બની રહ્યાં છે. આ મુદ્દે ઇટીવી ભારતએ માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંક સાથે ખાસ વાતચીત કરી હતી.
ઇટીવી ભારતએ માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંક સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ડૉ. રમેશ પોખરિયાલ નિશાંકે કહ્યું કે, ભારતની શાળાઓ અને યુનિવર્સિટીઓએ કોવિડ-19 મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણના પડકારને ખૂબ જ સરળતાથી સ્વીકાર્યો છે. શરૂઆતની સમસ્યાઓ માર્ચમાં લોકડાઉન પછી આવી હતી, પરંતુ શાળાઓ અને ક કોલેજોએ આ પડકારને સારી રીતે સ્વીકાર્યો છે.
ડૉ. નિશંકે કહ્યું કે, દેશમાં 1 કરોડ 9 લાખથી વધુ શિક્ષકોએ ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન અધ્યયન આપ્યું છે. જેનો કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આ સમયે જ્યારે વિદ્યાર્થીને અભ્યાસક્રમનો બોજો લાખતો હતો, ત્યારે અમારી સરકારે એનસીઇઆરટી સાથે જોડાઈ અભ્યાસક્રમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, માનવ સંસાધન મંત્રાલય કોરોના સમયગાળા દરમિયાન આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને અમે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને આરોગ્ય વિશે સતત ચર્ચા કરી રહ્યાં છીએ.
ડો.નિશંકે કહ્યું કે, સરકારે એનસીઇઆરટી સાથે એક ખાસ પ્રકારનું શૈક્ષણિક કેલેન્ડર બનાવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓના તણાવમાં ઘટાડો થયો છે અને વિદ્યાર્થીઓને વધુ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાની તક મળી છે. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ઈટીવી ભારતના રિજનલ એડિટર બ્રજ મોહન સાથેની વિશેષ વાતચીત દરમિયાન આ વાત કહી હતી. વર્તમાન શિક્ષણની સ્થિતિ વિશે વાત કરતા ડૉ. નિશંકે કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં ભારતે જે રીતે સ્થિતિ સંભાળી છે. એ ઉત્તમ કદમ છે.
ઇટીવી ભારતએ ડૉ. નિશંકને પૂછ્યું કે, શું ઓનલાઇન શિક્ષણથી આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી બધાનું ધ્યાન હટશે તો નહીં ને?, આ સવાલનો જવાબ આપતા માનવ સંસાધન વિકાસ પ્રધાને કહ્યું કે, જે ક્ષણે અમે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ અપનાવી અને આગળ વધવાનું શરૂ કર્યું છે, તે ખરેખર મુશ્કેલ સમય હતો, ન તો અમે તેના વિશે જાણતા હતા કે ન બીજા કોઈ, પરંતુ જો આપણે પડકાર ન લીધો હોત, તો અમે કદાચ આગળ વધ્યા ન હોત. આજે પણ આપણી સામે સૌથી મોટો પડકાર એ છે કે, આપણે છેડે બધા બેઠા છીએ. અમારો પ્રયત્ન છેલ્લા વિદ્યાર્થી સુધી પહોંચવાનો છે, અમે ઓનલાઈન શિક્ષણ છેવાડાના બાળકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી બાળકો શિક્ષણથી વંચિત ના રહે.
ડૉ.નિશંકે ઇટીવી ભારતને કહ્યું કે, કપરા સમયમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ મુદ્દે અમે નાણાપંચ અને નીતિ આયોગ સાથે પણ સતત વાત કરી રહ્યાં છીએ, જેથી જરૂરી સુવિધાઓ લોકોને મળી રહે. અમારું લક્ષ્ય એવા લોકો સુધી પહોંચાનું છે, જેમની પાસે સ્માર્ટ ફોન નથી, આવા લોકો સુધી ડીટીએચ દ્વારા પહોંચવાનું લક્ષેય છે. જે અંતર્ગત કેન્દ્રનું લક્ષ્ય 'વન ક્લાસ વન ચેનલ'નું છે, આને આધારે અમારી સરકાર દરેક ક્લાસ માટે એક ચેનલની સુવિધા આપી રહી છે.
ડૉ. નિશંકે કહ્યું કે, અમારી સરકાર અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને શિક્ષણ પૂરું પાડવા માટે સરકારી અને ખાનગી બંને શાળાઓનો આશરો લઈ રહી છે, જેનાથી ડિજિટલ અંતર ઓછું થયું છે, સરકારે ઓનલાઇન શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે 100થી વધુ યુનિવર્સિટીઓને આ જવાબદારી આપી છે. જે ઓનલાઇન શિક્ષણના અભ્યાસક્રમ પર કામ કરશે અને વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપવા માટે તૈયારી કરશે.
કોરોના કાળમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સમાનો કરવા પડી રહ્યો છે, ત્યારે આ વિશે વાત કરતાં ડૉ. નિશંકે કહ્યું કે, અમે શાળા અને કોલેજમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ બુદ્ધિ (આર્ટિફિશિયલ ઇન્ટેલીડન્સ)નો પ્રયોગ કરી રહ્યાં છીએ. આમ, શિક્ષણ ક્ષેત્રે ભારત એક મહાસત્તા છે અને ચાલુ વર્ષની વાત કરીએ તો 50,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ આ વખતે ઉચ્ચ શિક્ષણ માટે નોંધણી કરાવી છે.
ડૉ. નિશાંકે કહ્યું કે, ભારતે પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે ગૂગલ સાથે પણ જોડાણ કર્યું છે. જેથી ડિજિટલ ડિવાઈડ ઘટાડી શકાય. જે લોકો આપણી ભારતીય યુનિવર્સિટીઓને નાની માને છે, એ લોકોએ સમજવું પડશે કે સુંદર પિચાઇ ભારતની આઈઆઈટી ભણ્યા પછી જ ગૂગલના CEO બન્યા છે, જેથી આપણે પણ સ્વદેશી શૈક્ષણિક સંસ્થાઓનો આદર કરવો પડશે, તો જ આપણે દુનિયાને પડકાર આપી શકીશું.