હૈદરાબાદઃ ક્રુડ ઓઇલના ભાવમાં મોટા ઘટાડો આવ્યો કે, જેમાં તે આતંરરાષ્ટ્રીય બજારમાં 30 ટકા જેટલો ઘટીને 31.02 ડોલર પ્રતિ બેરલ થયું છે. જે ફેબ્રુઆરી 2016 પછીના સૌથી નીચા સ્તરે છે, તો બીજો વધારે નોંધપાત્ર ઘટાડો વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડીયેટ (ડબલ્યુટીઆઇ)માં આવ્યો છે. જે 27 ટકા ઘટીને 30 ડોલર પ્રતિ બેરલ થયો છે. જે ફેબ્રુઆરી 2016 પછીનો સૌથી ઓછો ભાવ છે. બીજી બાબત એ પણ છે કે, 1991ની ગલ્ફ વોર બાદ અત્યાર સુધીના સૌથી ખરાબ દિવસો તરફ આ માર્કેટ જઇ રહ્યું છે.
ભાવોમાં અચાનક ઘટાડો થવાનું કારણ શું?
કિંમતોમાં અચાનક મોટો ઘટાડો થવાનું સૌથી મોટું પ્રાથમિક તારણ સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે થયેલા ઉત્પાદન ઘટાડા અંગેના કરારની નિષ્ફળતાને માનવામાં આવે છે. કોરોના વાયરસને કારણે અસર થતા ઓપેક ક્રુડ ઓઇલમાં એક દિવસમાં થતા ઉત્પાદમાં 1.5 મિલિયન બેરલ ઘટાડવા આવી રહ્યું છે, પણ સાથે સાથે રશિયા અને અન્ય દેશો માટે એ માટે શકતી કાર્યવાહી પણ બનાવી છે. જેના પગલે રશિયા સાથે સાઉદી અરેબિયાના વાંધો પડવાના કારણે કિમંતમાં 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે. જેમાં સાઉદી અરેબિયાની યોજના મુજબ ઉત્પાદન વધારવાની યોજના ઉપરાંત, યુ.એસ, બ્રાઝિલ, કેનેડા અને નોર્વેમાં સપ્લાય વધારવાનો છે, તો ચીનમાંથી માંગ ઓછી થવાથી ક્રુડ ઓઇલનો મોટો પુરવઠો જમા થઇ રહ્યો છે. કેટલાંક અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, જ્યાં સુધી ચીનમાંથી વપરાશ નહીં વધે ત્યાં સુધી ક્રુડ ઓઇલ ઓઇલના ભાવ નીચા સ્તેર રહેશે.
ભાવ ઘટાડાનો લાભ ભારતને કઇ રીતે થશે?
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ઘરેલુ દરોમાં જાન્યુઆરીના મધ્યભાગથી લગભગ ચાર રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. રિફાઇનીંગ માર્જીન અને આવક પર સકારાત્મક અસર થવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવમાં તીવ્ર ધટાડાથી ઇન્ડિયન ઓઇલ, બીપીસીએસ અને એચપીસીએલ જેવી ઓઇલ કંપનીઓને મોટો ફાયદો થવાની સંભાવના છે.
જો કે એ પણ નોંધવુ જોઇએ કે કાજ્યમાં ઇંધણના ભાવમાં દરોરજ ઘરેલુ ભાવની ગણતરી માટે 15 દિવસની સરેરાશ ખરીદી અને વિનિયમ દર પર પણ આધાર રાખવો પડે છે. જેથી ઘરેલુ ઇંધણના ભાવો પર થતી વાસ્તવિ ક અસરની સાચી ચકાસણી કરવા માટે હજુ એક સપ્તાહનો સમય લાગી શકે છે.
ભારત તેની કુલ ક્રુડ ઓઇસની જરૂરિયાતનું 85 ટકા ઓઇલ આયાતમાંથી મેળવે છે. જેથી નીચા વૈશ્વિક ભાવોનો અભુતપૂર્વ લાભ થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ ક્રુડના ભાવમાં એક યુનિટના ઘટાડાથી ભારતને આયાત ખર્ચમાં અંદાજે રૂ.3000 કરોડનો ઘટાડો થાય છે. ક્રુડ ઓઇલમાં 45 ડોલર પ્રતિ બેરલની કિંમત આપણા દેશમે બે અબજ ડોલર એટલે કે રૂ. 14000 કરોડની બચત કરાવવામાં મદદ કરશે.
ઇંધણના ઓછા ભાવથી ફુગાવાને રોકવામાં મદદ મળશે, ખોટમાં ઘટાડો કરશે અને સબસીડી પણ ઓછી કરવામાં મદદ કરશે. તો રાજ્યને પણ આર્થિક ફાયદો થશે. એક અંદાજ મુજબ ક્રુડ ઓઇલના ભાવમાં 10 ટકાનો ઘટાડો ગ્રાહક ભાવ સુચકાંક આધારિત ફુગાવાને 20 પોઇન્ટ સુધી ઘટાડે છે અને તેનો ફાયદો જીડીપીના વિકાસમા થઇ શકે છે. .
લેખક- ડો.હિરનમોય રોય, જે યુ.પી.ઈ.એસ.ના સ્કૂલ ઓફ બિઝનેસમાં એનર્જી ઇકોનોમિક્સ શીખવે છે. હાલમાં તેઓ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં એસોસિએટ પ્રોફેસર અને હેડ છે.
(ડીસ્કલેમેર: ઉપર દર્શાવવામાં આવેલા મંતવ્યો ફક્ત લેખકના છે, ઇટીવી ભારત અથવા તેના સંચાલનના નહીં. ઇટીવી ભારત વપરાશકર્તાઓને રોકાણના કોઈપણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતોની તપાસ કરવાની સલાહ આપે છે.)