ન્યૂઝ ડેસ્ક: થોડા સમય પહેલા પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જેને લઈ ભારતમાં ચીની સામનનો બહિષ્કાર કરવાની માગ ઉઠી રહી છે. ત્યારે ચીની સમાચારપત્રમાં લખાયું કે, ભારતીય એશિયાઈ વિશાળ ઉદ્યોગમાં નિર્મિત ઉત્પાદનો વગર જીવાનની કલ્પના કરી શકાય નહીં.
ચીનના ગ્લબોલ ટાઈમ્સ સમાચાર પત્રમાં જણાવ્યું છે કે, ભારત અને ચીને આર્થિક સંબંધો ખરાબ થવા દેવો જોઈએ નહીં. આ લેખમાં લખ્યું હતું કે, સરહદ પર શાંતિ રાખી એશિયાઈ દેશો વચ્ચે ધનિષ્ઠ સંબંધોને મજબુત કરી શકાય છે. જે બંન્ને દેશોને લાભ કરશે.
સોશિયલ મીડિયા પર તમામ ચીજવસ્તુઓની સાથે ચીનમાં બનેલા ટીવીને તોડવાનો ભારતીયનો વીડિયો વાયરલ થયો છે. 45 વર્ષમાં પ્રથમ વખત 3,488 કિલોમીટર લાંબી ભારત-ચીનની સરહદ પર હુમલો થયો છે.
ગ્લોબલ ટાઈમ્સના લેખમાં લદ્દાખમાં થયેલી અથડામણને દુર્ભાગ્યપૂર્ણ સંઘર્ષ ગણાવતા કહ્યું કે, જેનો ઉપયોગ ભારતની અંદર અને બહાર રાજનેતાઓ અને ષડયંત્રના સિદ્ધાંતકારો દ્વારા કરવામાં આવવો જોઈએ નહી. જે દેશમાં રાષ્ટ્રવાદ અને ચીનની ધૃણા વધે ચીન ભારતના એક પડોશી જેના પર ભારત તેમની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે નિર્ભર કરે છે.
કેટલાક ભારતીય ટીવી એન્કર અને અખબાર અને કોલમિસ્ટ ચીનને જડબાતોડ જવાબ અને આ ગંભીર માહોલને વધુ વધારે છે.અમે આશા રાખીએ કે, આપણો દેશમાં ભારતીય આ કંટ્ટરપંથી તત્વો દ્વારા મૂર્ખ બનશે નહી. ભારતને આર્થિક અને રાજનૌતિક તરીકે ચીનની જરુર છે.
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર કુલ 65.54 બિલિયન ડૉલરના ભારત-ચીન દ્વિપક્ષીય વેપારમાંથી ભારતની નિકાસ $ 18.84 બિલિયન હતી. ભારત ચીની ઉત્પાદન માટે સાતમા ક્રમનું સૌથી મોટું નિકાસ સ્થળ છે અને ચીન માટે 27મો સૌથી મોટું નિકાસકાર છે. જાન્યુઆરીથી જુલાઈ 2019 દરમિયાન ભારત-ચીન વેપાર 53.3 બિલિયન ડોલર રહ્યો હતો.ચીનની ભારતની નિકાસ 10.38 અબજ ડોલર રહી છે,
જેમાંથી 5.02 ટકાના ઘટાડો હતો. ભારતમાં ચીનની નિકાસમાં 42.92 બિલિયન હતો. જે 2.51 ટકા ઘટાડો છે. ભારતની મુખ્ય નિકાસ થનારી વસ્તુઓમાં કપાસ,તાંબુ અને હીરા / પ્રાકૃતિક રત્નનો સમાવેશ થાય છે. જ્યારે ચીની નિકાસમાં મશીનરી, અને વીજળી સંબંધિત ઉપકરણો, કાર્બનિક રસાયણો અને ખાતરોનો સમાવેશ થાય છે.
ગ્લોબલ ટાઇમ્સના લેખમાં જણાવાયું છે કે, 'ચીન ભારતને પુષ્કળ તકો આપે છે. ભારતમાં ટોચની 30 કહેવાતા યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઉદ્યોગમાંથી18માં ચીની કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.જેમાં રંગીન ટીવી, માઇક્રોવેવ ઓવન અને એર કન્ડીશનરથી લઈને ફેશનેબલ મોબાઇલ ફોન અને લેપટોપ પણ ભારતીયો રોજિંદા ઉપયોગમાં લેવાતી ઘણી ચીજોવસ્તુઓ ચીન દ્વારા બનાવવામાં આવે છે. સસ્તા ભાવો અને સારી ગુણવત્તાને કારણે, ચીની ચીજોનો બદલવી મુશ્કેલ છે.
ભારત અને ચીની સેના વચ્ચે અથડામણમાં 1017માં ડોકલામમાં બંને પક્ષોની સેનાઓ વચ્ચે ભારતીય-ભૂટાન-ચીન આંતરરાષ્ટ્રીય સરહદ પર થયેલા 73 દિવસના તણાવ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કઝાકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)શિખર સંમેલનમાં મુલાકાત કરી અને તે જ વર્ષે બંન્ને નેતાઓની સહમતિ થઈ. જેમાં બંન્ને દેશો વચ્ચે મતભેદોના વિવાદ બનાવવાની અનુમતિ આપવી જોઈએ નહી. આ કરારને કૂટનિતિક રુપથી અસ્તાન આમ સહમતિનું નામ આપવામાં આવ્યું હતુ.
દ્રિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા 2018માં શીને વુહાનમાં મોગી માટે અનૌપચારિક શિખર સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતુ. જ્યાં કોવિડ-19 મહામારીનો પ્રકોપ હતો અને વડાપ્રધાને ગત્ત વર્ષ ચેન્નઈની પાસે મમલ્લાપુરમમાં આ જ રીતે શિખર સંમેલનનું આયોજન કરી ચીની રાષ્ટ્રપતિની મેજબાની કરી હતી.લદ્દાખમાં હાલમાં થયેલ સંધર્ષને લઈ મોદી અને શી વચ્ચના વ્યકતિગત સંબંધો પર સવાલો ઉઠી રહ્યા છે. તેઓ કહે છે કે, બંન્ને વચ્ચે વુહાન સ્પિરિટ અને ચેન્નઈ કનેકટ હવે ક્યાં ગયું છે.
કોરોના વાઈરસના પ્રકોપને લઈ ચીનની વૈશ્વિક અલોચના સિવાય ચીન-અમેરિકા વ્યાપાર યુદ્ધ દરમિયાન વૉશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે વધતી નિકટતાથી પણ ચીન ગુસ્સે છે.
જાપાન અને ઑસ્ટ્રેલિયાની સાથે ભારત અને અમેરિકાને પણ ચતુષ્કોણનો ભાગ છે. જે ભારત-પ્રશાંત (જે જાપાનના પૂર્વી તટથી આફ્રિકાના પૂર્વી તટ સુધી ફેલાયો છે.) ના ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
(અરુનિમ ભુયાન )