ETV Bharat / bharat

CM રૂપાણીની વિદેશ નીતિ, ઉદ્યોગોમાં વિદેશી મૂડી રોકાણ પર ભાર - ચીની રાજદૂત સન વેઈડોંગની ગુજરાત મુલાકાત

સતત બીજી વખત ગુજરાતનાં મુખ્યપ્રધાન બનનારા વિજય રૂપાણીએ વિદેશ પ્રવાસ કર્યાં છે. જેમાં રૂપાણી ઇઝરાયેલ ગયાં હતાં. જ્યાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરી હતી. જેથી ખેતી-શાકભાજીનું મહત્તમ ઉત્પાદન થાય અને સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય છે. ગુજરાતનાં ઇઝરાયેલ સાથેના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાની ઇચ્છા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. આ સિવાય CM વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં ત્યાંના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. CM રૂપાણીએ પોતાની વિદેશ યાત્રા કે વિદેશીઓની ગુજરાત મુલાકાતમાં ગુજરાતના ઉદ્યોગોમાં વધુ વિદેશી મૂડી રોકાણ પર ભાર મુક્યો છે.

Vijay Rupani
CM રૂપાણીની વિદેશ નીતિ, ઉદ્યોગોમાં વિદેશી મૂડી રોકાણ પર ભાર
author img

By

Published : Sep 24, 2020, 3:59 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સતત બીજી વખત ગુજરાતનાં મુખ્યપ્રધાન બનનારા વિજય રૂપાણીએ વિદેશ પ્રવાસ કર્યાં છે. જેમાં રૂપાણી ઇઝરાયેલ ગયાં હતાં. જ્યાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરી હતી. જેથી ખેતી-શાકભાજીનું મહત્તમ ઉત્પાદન થાય અને સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય છે. ગુજરાતનાં ઇઝરાયેલ સાથેના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાની ઇચ્છા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. આ સિવાય CM વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં ત્યાંના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. CM રૂપાણીએ પોતાની વિદેશ યાત્રા કે વિદેશીઓની ગુજરાત મુલાકાતમાં ગુજરાતના ઉદ્યોગોમાં વધુ વિદેશી મૂડી રોકાણ પર ભાર મુક્યો છે.

વિજય રૂપાણીનો 6 દિવસીય ઇઝરાયેલ પ્રવાસ

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 6 દિવસ માટે ઇઝરાયેલનાં પ્રવાસે ગયાં હતાં. વિજય રૂપાણી ઇઝરાયેલમાં આવેલા અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. આ સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઇને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ડિજિટલ ફાર્મિંગ દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ગુજરાતનાં ખેડૂતને સમૃદ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઇઝરાયેલની વિવિધ ટેક્નોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ્સની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ તેમણે સુએઝ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઇઝરાયેલનાં સૌથી મોટા શેફેડનાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તથા તેની કામગીરીની પદ્ધતી અંગે પણ નિરિક્ષણ કર્યું હતું. ઇઝરાયેલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર મેકોરેટનાં સંચોલકો અને તેનાં અધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી.

વિજય રૂપાણીની સાથે કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, અગ્ર સચિવ જે.પી ગુપ્તા, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમાર, ગુજરાત એગ્રોના એમ.ડી મહ્મમદ શાહિદ, રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ખેતી નિયામક ભરત મોદી બાગાયત નિયામક વઘાસિયા પણ ઇઝરાયલ પ્રવાસમાં જોડાયા હતાં. પ્રવાસ દરમિયાન વિજય રૂપાણીએ ઇઝરાયેલમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડિસેલિનેશન પ્લાન્ટ્સ- એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઇઝરાયલમાં વસતા ભારતીય સમુદાયો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે

વિજય રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનો હવાઈ મથકે ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ, એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ પ્રવાસ દરમિયાન તેઓ, એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે હતાં. મુખ્યપ્રધાન સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલિટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ હતાં.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રૂપાણીએ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાને અહીં શારદા યુનિવર્સિટીના કૅમ્પસને પણ ખુલ્લું મૂક્યું હતું. ઉઝ્બેકિસ્તાનનું ભારત સાથે વર્ષો જૂનું કનેક્શન છે અને છે મુગલ શાસકો. ભારતમાં સ્થાયેલા મુગલ શાસનની કડીઓ ઉઝ્બેકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારતમાં વિશાળ મુગલ શાસનનો પાયો નાખર બાબરનો જન્મ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં થયો હતો.

નમસ્તે ટ્રમ્પ: મોદી-ટ્ર્મ્પ-રૂપાણી

24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો બહતો. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા હતાં. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રંપ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ, મેલાનિયા ટ્રમ્પે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને ચરખો કાંતવો શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સહિત થોડા જ સમયમાં ભારતના બે દિવસીય પ્રવાસ પર આવી પહોંચશે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેમના આ પ્રવાસ માટે અમદાવાદમાં શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. PM મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ગયો હતો. ગુજરાતમાં બનેલા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પર હાલ સૌની નજર રહી હતી. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન માટે 28 રાજ્યોના પ્રતિનિધિ આવ્યાં હતાં. 33 જિલ્લામાંથી લોકો આવી ચૂક્યા હતાં. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા 300 ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ જોડાયા હતાં. ગેસિયા IT એસોસિએશનના 600 મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના અને IT એસોસિએશનના 80 સભ્યો જોડાયા હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અમેરિકા ભારતની રિસ્પેક્ટ કરે છે. અમેરિકા હંમેશા ભારતને વફાદાર રહ્યું છે. ભારત દુનિયાની સૌથી મોટી અને વિશાળ ઈકોનોમી છે. છેલ્લા દાયકામાં ભારતે હજારો લોકોને ગરીબીથી દૂર કર્યા છે. ભારતમાં તમામના ઘરે વીજળી પહોંચાડી છે. ઈન્ટરનેટ સાથે હજારો લોકોને જોડ્યા. 71 મિલિયન ઘરોમાં ગેસ પૂરો પાડ્યો અને લાખો લોકોને ટોઈલેટ બનાવ્યું અને ભારત દરેક મિનિટે લોકોને ગરીબીમાંથી બહાર કાઢી રહ્યું છે અને થોડા જ સમયમાં ભારત વિશ્વમાં મિડલ ક્લાસનો સૌથી મોટો દેશ હશે. અને ભારતમાં ગરીબી સંપુર્ણ હટી જશે. ભારત સદીનો ઉત્કૃષ્ટ દેશ છે. ભારત લોકતાંત્રિક, શાંતિપ્રિય અને સહનશીલ દેશ છે.

CM રૂપાણીની કઝાકિસ્તાનના રાજદૂત સાથે મુલાકાત

વિજય રૂપાણીને ગાંધીનગરમાં કઝાકિસ્તાનના રાજદૂતે મુલાકાત કરી હતી. જેમાં કઝાકિસ્તાનના કોન્સ્યુલેટની દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા કઝાકિસ્તાન અને ભારત વચ્ચે, તેમજ કઝાકિસ્તાન અને ગુજરાત વચ્ચેના પરસ્પર રોકાણમાં નોંધપાત્ર યોગદાનની ખાતરી આપી હતી. કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત બુલટ સરસેનબાયેવએ કઝાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની 27મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ CM રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કોન્સ્યુલેટ આઇટી ઉદ્યોગ, એન્જિનિયરિંગ, પર્યટન અને પરિવહન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રે કઝાકિસ્તાન અને ભારત વચ્ચે પરસ્પર ફાયદાકારક સહયોગના વધુ વિકાસમાં ફાળો આપશે. આ મુલાકાતમાં મુખ્યપ્રધાન રૂપાણી અને રાજદૂત સરસેનબાવાયવ ઉપરાંત કોન્સ્યુલેટના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના જાહેર વિકાસ પ્રધાન રમણભાઇ પાટકર અને સંસદ સભ્ય દેવજી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇન્ડોનેશિયાના કોન્સુયલ જનરલની CM રૂપાણી સાથે મુલાકાત

આગામી વાયબ્રન્ટ સમિટ-2021માં પાર્ટનર તરીકે સહભાગી થવા તથા ભારત ગુજરાતમાં રોકાણ કરવા ઇન્ડોનેશિયાએ ઉત્સુકતા દર્શાવી છે. ઇન્ડોનેશિયાના કોન્સુયલ જનરલ શ્રીયુત અગુસ સાપ્ટેએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ગુજરાત સાથે દ્વીપક્ષીય સંબંધો દઢ બનાવવા વેપાર ઉદ્યોગ રોકાણો માટે તેમના રાષ્ટ્રની તત્પરતા દર્શાવી હતી. આ અંગે તેમણે ઉમેર્યુ હતું કે, ઇન્ડોનેશિયા આગામી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાવા ઉત્સુક છે. મુખ્યપ્રધાને ગુજરાત ઇન્ડોનેશિયા વચ્ચે પ્રવાસન વિકાસની સંભાવના તથા કોલસાની આયાત વિશે ચર્ચા-વિચારણા કરી હતી અને રાજ્યમાં રોકાણ માટેના આર્થિક સુધારા વેપાર સરળીકરણ અંગેની ભૂમિકા આપી હતી.

ચીની રાજદૂત સન વેઈડોંગની ગુજરાત મુલાકાત

ચીનના એચ.ઇ. રાજદૂત સન વેઈડોંગે ગુજરાતની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ વિજય રૂપાણીને મળ્યા હતાં. આ મુલાકાતમાં ચાઇનીઝ ઉદ્યોગો સાથે ચર્ચા કરી હતી અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. રાજદૂત સને ચીન-ભારત સંબંધોના વિકાસ અંગે CM રૂપાણીને માહિતગાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, ચીન અને ભારત વિશ્વના બે સૌથી મોટા વિકાસશીલ દેશો અને ઉભરતા અર્થતંત્ર તરીકે રાષ્ટ્રીય વિકાસ અને કાયાકલ્પના નિર્ણાયક સમય પર છે, જેમાં સહયોગની વિશાળ સંભાવના અને વ્યાપક અવકાશ છે.

ચીન-ભારત સંબંધો દ્વિપક્ષીય અવકાશથી આગળ વધે છે અને મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવે છે. ચીન અને ભારત બંને દેશોના નેતાઓની મહત્ત્વપૂર્ણ સર્વસંમતિનો અમલ કરવો જોઈએ, વ્યવહારિક સહયોગને આગળ વધારવો જોઈએ, હિતોના એકત્રીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ, મતભેદોને યોગ્ય રીતે નિયંત્રિત કરવો જોઈએ અને ચીન-ભારત સંબંધોને સ્વસ્થ અને સ્થિર રીતે વિકસિત રાખવો જોઈએ. રાજદૂત સને કહ્યું કે, સ્થાનિક સહયોગ એ ચીન-ભારત સંબંધોનો મહત્વપૂર્ણ ભાગ છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંત અને ગુજરાતનું અમદાવાદ અને ગુઆંગઝો શહેરો એક જેવા બની ગયા છે. આ વર્ષમાં સીપીસી સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને સીપીસી ગુઆંગડોંગ પ્રાંતીય સમિતિના સચિવ લી શીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક સ્તરે દ્વિપક્ષીય વિનિમય અને સહયોગ વિશે વાત કરી હતી. ચીની ઉદ્યોગોએ ભારતમાં રોકાણ કરવા માટેનું એક સ્થળ ગુજરાત છે. અમે આશા રાખીએ છીએ કે સ્થાનિક સ્તરે અર્થતંત્ર, વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક વિનિમયમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત તેના ફાયદાઓનો લાભ લઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.