ETV Bharat / bharat

ભારતીય લશ્કરે પૂર્વી લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં કેવી રીતે ટેન્કર્સ તૈનાત કર્યા?, વાંચો વિશેષ લેખ - ભારતીય લશ્કરે પૂર્વી લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં ટેન્કરો તૈનાત કર્યા

સુદૂર પૂર્વી લદ્દાખ જ્યાં ઓક્સિજનની તીવ્ર તંગી હોય છે. સેંકડો ટી-2 અને ટી-90 ટેન્કર્સ તૈનાત કરવાનું ત્યાં તે એક મોટી વાત છે. આ કાર્ય ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું છે. વાંચો વરિષ્ઠ પત્રકાર સંજીબ કુમાર બરુઆનો વિશેષ અહેવાલ...

india
ભારતીય
author img

By

Published : Jul 1, 2020, 4:36 PM IST

નવી દિલ્હી: હિમાલયના પૂર્વી લદ્દાખનો વિસ્તાર જ્યાં રાતમાં ખૂબ જ ઠંડી પડે છે, ત્યાંનું વાતાવરણ પણ અચાનક ખરાબ થઇ જાય છે. આવી સ્થિતિમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી લમ્બરિંગ ટેન્કોને તૈનાત કરવું એ સરળ કાર્ય નથી.

પૂર્વી લદ્દાકમાં બે પ્રકારની ટોપોગ્રાફી (પ્રાકૃતિક અને કૃત્રિમ સ્થિતિ) છે. એક જે સંપૂર્ણપણે ઉજ્જડ ભૂમિ છે અને બીજું આકાશને સ્પર્શ કરતા દુર્ગમ પહાડો છે. ભારે હિમવર્ષા અને દુર્ગમ પહાડો બંનેનું સંયોજન, અહીંના વિસ્તારોને વધુ જોખમી બનાવે છે. અહીં ઠંડીનો અર્થ વધુ અને ભારે બરફવર્ષા થાય છે. બીજી બાજુ અહીં ઉંચા પર્વતોની વચ્ચે ખીણો પણ છે. આ ક્ષેત્રના વિશાળ મેદાનો ચુશુલ અથવા ડેમચોકના મેદાનો છે, જે ટેન્ક યુદ્ધ માટેના આદર્શ ક્ષેત્ર છે. આ જ કારણ છે કે, ભારતીય સૈન્યની 200 જેટલી ટેન્કો અને અન્ય હથિયારોના પ્લેટફોર્મ તૈનાત કરવામાં આવ્યાં છે. જે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે.

નોંધપાત્ર વાત એ છે કે, 2014થી લદ્દાખમાં નાની ટેન્કો તૈનાત હતી. ત્યારબાદ 2015માં લેહ એરપોર્ટ પરથી 11,000 ફૂટથી વધુની ઉંચાઇએથી ટેન્કોને લઇ જવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ફરી 2015-16માં ફક્ત એક વખત ગ્લોબમાસ્ટર સી-17 માં T-72 ટેન્ક સાથે ઉડાન ભરી હતી. પાછળથી સી-17માં બે ટેન્કો સાથે ઉડાન ભરી હતી. આ પ્રક્રિયા એક વર્ષ કરતા વધુ સમય સુધી ચાલી હતી.

એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ટી-90ના તૈનાત કરવાની સાથે અમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. અહીં ટેન્કો કામમાં આવશે. તેમણે કહ્યું કે, આ ટેન્કો પણ અગાઉ કોઇપણ ઓપરેશનમાં સક્રિયપણે ભાગ લેતી હતી. હાલ દેશમાં જે પણ બની રહ્યું છે, ત્યારે પણ આ ટેન્કો સક્રિય છે. આ ટેન્કો તેમની વિસ્ફોટક શક્તિ સાથે તૈયાર છે, તેમણે કહ્યું કે, હવે પૂર્વ લદ્દાખના ઉંચાઇવાળા વિસ્તારોમાં ટી-32 અને ટી-90 સહિતની સેંકડો ટેન્કો તૈનાત કરવામાં આવી છે. આ ટેન્કો સાથે આશરે 3,000 જવાન પણ હાજર છે. ટી-72, ટી -90 અને અર્જુન ભારતમાં ટેન્કોનો મિશ્રણ છે. ભારતનો મુખ્ય આધાર, એક તો રશિયન ટી-72 ટેન્કો છે, ત્રણ દાયકાથી વધુ ચાલ્યો હતો તો હવે ડીઆરડીઓ દ્વારા ઉત્પાદિત મુખ્ય યુદ્ધ ટેન્ક (એમબીટી) અર્જુન અને ટી-90 ટેન્ક છે.

ટેન્કોની અચાનક હાજરીને લઇ ચાઇનાને આશ્ચર્ય થયું હતું. 21 જુલાઈ, 2016 ના રોજ નારાજગી વ્યક્ત કરતી વખતે, ચીનના ગ્લોબલ ટાઇમ્સે પૂર્વી લદ્દાખમાં ભારતીય ટેન્કોના અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. ભારત-ચીન સરહદ પર ટેન્કોની તૈનાતીને લઇ ચીનના વેપાર સમુદાયમાં અશાંતિ પેદા કરી શકે છે. જો કે, આશ્ચર્યજનક વાત છે કે ચીનની સરહદ નજીક ટેન્કો તૈનાત કરતી વખતે પણ ભારત ચીની રોકાણોને આક્રર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ કેસ પર પ્રતિક્રિયા આપતા ચીનના તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગ બેઇજિંગમાંએ કહ્યું હતું કે, બંને દેશોએ સંબંધિત કરારો અને સંમતિનું પાલન કરવું જોઈએ, સરહદ વિસ્તારની શાંતિ અને સુલેહ જાળવવા કામ કરવું જોઈએ અને દ્વિપક્ષી વિશ્વાસ યોગ્ય બનાવવો જોઈએ સમાધાન માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ, પરંતુ ચાર વર્ષ પછી ભારતમાં ખાંડના વેપાર અંગે લોકોમાં હતાશાની લાગણી છે. જેનું મુખ્ય કારણ બેજિંગ દ્વારા વાસ્તવિક નિયંત્રણ લાઇન (એલએસી)ને પાર કરવા અને પડોશી વિસ્તારો પર કબજો કરવા તરફ છે. આ અંતર્ગત ચીને 15 જૂને સરહદ નજીક ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો પર હુમલો કરીને સંબંધિત વિસ્તારોને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.