નવી દિલ્હીઃ દિલ્હી હોટલ એસોસિએશનના અધ્યક્ષ જગપ્રિત અરોડાએ જણાવ્યું હતું કે દિલ્હીની હોટલોને હવે ખોલવાની પરવાનગી આપી દેવી જોઈએ.
"અમે લોકો 5 મહિનાથી બેકાર બેઠા છીએ. હોટલો ચલાવવા માટે અમારે અનેક ખર્ચા ભોગવવા પડે છે જેમ કે વીજળીનો ટેક્સ, પાણીનો ટેક્સ, ભાડું વગેરે. અમારા માટે કોઈ પ્રકારની સહાયની જાહેરાત કરવામાં આવી નથી. ફાઈવ સ્ટાર હોટલના માલિકો એટલી નાણાકીય તંગી અનુભવતા નથી જેટલા ગેસ્ટ હાઉસ, લોંજ તથા નાની હોટલના માલિકો ભોગવે છે.
હવે એ પરિસ્થિતિ આવી છે કે હોટલમાં કામ કરતા સ્ટાફને પણ પગાર ચૂકવવાના પૈસા નથી. એક સમયે ધમધોકાર ચાલતી હોટલ લોકડાઉનના 5 મહિના બાદ બંધ થવાને આરે આવી પહોંચી છે." હોટલ માલિકોએ જણાવ્યું.