નવી દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાઇરસથી સંક્રમિત 24 દર્દીઓની ખાતરી કરવામાં આવી છે. આ ઘટના દિલ્હીના નિઝામુદ્દીન મરકજની છે. આ ઘટના પર ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તબલીગી ગતિવિધીઓ માટે લગભગ 2100 વિદેશી નાગરિકોએ ભારતની મુલાકાત લીધી હતી. મંત્રાલયે જણાવ્યું કે, 21 માર્ચ સુધીની જાણકારી મુજબ ભારત આવનારા 2100 વિદેશી લોકોમાંથી 824 ભારતના વિભિન્ન વિસ્તારોમાં છે.
ગૃહ મંત્રાલય મુજબ 824 વિદેશી નાગરિકોમાંથી લગભગ 216 લોકો નિજામુદ્દીન મરકજમાં રોકાયા હતા. મંત્રાલય મુજબ કેન્દ્ર સરકારે સમગ્ર ભારતમાં COVID-19 હોટસ્પોટના રૂપમાં 158 જગ્યાની ઓળખ કરી છે. આ તમામ જગ્યોઓમાંથી નિઝામુદ્દીન સૌથી ઉપર છે.